Gir Somnath : જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

|

Jul 13, 2021 | 1:45 PM

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. ગીરસોમનાથ જિલ્લામાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે.

Gir Somnath : હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને કારણે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. સમયસર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, કોડીનાર અને ઉનામાં પણ વરસાદી માહોલ છે. જૂન મહિનામાં અરબી સમુદ્રમાં એક પણ વરસાદી સિસ્ટમ બની ન હતી. જેના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની ઘટ જૂન મહિનામાં જોવા મળી હતી. પરંતુ જુલાઈ મહિનામાં ગુજરાતને વરસાદ આપે તેવી એક પછી એક વરસાદી સિસ્ટમ બની રહી છે.

 

https://www.youtube.com/watch?v=j3r

 

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ આ હવાના હળવા દબાણને કારણે ભારે વરસાદ વરસશે. જેનાથી ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળી રહેશે. સૌથી વધુ વરસાદની ઘટ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ગાંધીનગર અને દાહોદમાં જોવા મળી રહી છે.

Next Video