Gir Somnath: વેરાવળમાં ટોલ ટેક્સ ન ભરવા મામલે ચાલતી બબાલમાં પોલીસે ટ્રાન્‍સપોર્ટર સહિત આરોપીઓને ઝડપી લીધા

|

May 10, 2022 | 7:20 PM

વેરાવળમાં ટોલ ટેક્સ ન ભરવા મામલે ચાલતી બબાલમાં ટ્રાન્‍સપોર્ટર સહિત 10 શખ્‍સોએ NHAIની ઓફીસમાં ઘુસી તોડફોડ કરી હતી. હાલ પોલીસે તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

Gir Somnath: વેરાવળમાં ટોલ ટેક્સ ન ભરવા મામલે ચાલતી બબાલમાં પોલીસે ટ્રાન્‍સપોર્ટર સહિત આરોપીઓને ઝડપી લીધા
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

Gir Somnath: વેરાવળમાં ટોલ ટેક્સ ન ભરવા મામલે ચાલતી બબાલમાં ટ્રાન્‍સપોર્ટર સહિત 10 શખ્‍સોએ NHAIની (National Highways Authority of India) ઓફીસમાં ઘુસી તોડફોડ કરી હતી. હાઈવે ઓથોરીટીના અધિકારીને માર મારી જાનથી મારી નાંખવાની ઘમકી પણ આપવામાં આવી હતી. ટ્રાન્‍સપોર્ટર જગમાલ વાળાએ ગેરકાયદે મંડળી રચી તોડફોડ કરી હુમલો કર્યાના આરોપ સાથે ઇજાગ્રસ્‍ત બનેલા અધિકારીએ દસેય શખ્‍સો સામે ફરીયાદ નોંધાવી હતી. કાવતરૂ રચવા, રાયોટીંગ, ફરજમાં રૂકાવટ, સાર્વજનીક મિલ્‍કતો નુકસાન પહોંચાડવા સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો. જે બાદ ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી લીધા છે.

મળતી માહિતી મુજબ વેરાવળના ડારી ટોલબુથ ઉપર શિવમ ટ્રાન્‍સપોર્ટના ટ્રકો ટેક્સ ભર્યા વગર પસાર થતા હોવા અંગે ટ્રાન્‍સપોર્ટના સંચાલક સાથે વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદ ગઈકાલે સંચાલક સહિત 10 શખ્‍સો મંજૂરી વગર હાઇવે ઓથોરીટીની ઓફીસમાં પ્રવેશ કરી ટોલ ટેક્સના પ્રશ્નોને લઇ ઉગ્ર સ્‍વરૂપમાં રજુઆતો કરી હતી. તેમજ બબાલ કરી હતી. અધિકારી રાજીવ મલ્‍હોત્રાએ શાંતિથી વાત કરવા અને સાથે આવેલા શખ્‍સોને મોબાઇલનું વીડીયો રેકોર્ડીંગ બંધ કરવા બાબતે સમજાવ્યાં હતા. પણ જે બાદ મારામારી થઈ હતી અને અધિકારીને માર માર્યો હતો.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે વેરાવળમાં 3.25 કરોડના ખર્ચે નવનિર્મિત તરંગ બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

વેરાવળમાં (Veraval) કાર્યરત મત્‍સ્‍ય વિજ્ઞાન મહાવિઘાલયમાં તરંગ બોયઝ હોસ્‍ટેલનું આજે કેન્દ્રીય મત્સ્યદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલાના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ હોસ્ટેલ 3.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક સુવિધા સભર છે. સાંસદ રાજેશ ચુડાસમા, રાજશી જોટવા, ભાજપ પ્રમુખ માનસીંહ પરમાર અને પાલીકા પ્રમુખ સહિતના મહાનુભાવોએ હોસ્‍ટેલની અઘતન સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું. જે બાદ હોસ્‍ટેલના પરીસરમાં વૃક્ષારોપણ (tree plantation) કરવામાં આવ્યું ગતું હતું.

Next Article