GIR SOMNATH : રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગના આ નિર્ણયથી માછીમારોમાં ભારે વિરોધ

|

Aug 08, 2021 | 11:28 AM

રાજ્યના વિવિધ બંદરોની ભૌગોલિક સ્થિતિ અલગ છે. વેરાવળના માછીમારો મત્સ્યોદ્યોગ વિભાગના નિર્ણયથી મોટું નુકસાન જવાનો અંદેશો વ્યક્ત કરી રહ્યાં છે.મહારાષ્ટ્ર, ગોવા સહિતના માછીમારોએ કામકાજ શરૂ કરી દીધું છે, ત્યારે દેશમાં એક સમાન કાયદો અમલી થાય તેવી માછીમારો માગણી કરી રહ્યાં છે.

GIR SOMNATH : કોરોના સંકટ અને વાવાઝોડાને પગલે માછીમારો પહેલાથી જ પરેશાન છે. રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગના એક નિર્ણયથી માછીમારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગુજરાતમાં 1 ઓગસ્ટથી માછીમારી સિઝનનો પ્રારંભ થાય છે. પરંતુ રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગે એક મહિના મોદી એટલે કે 1 સપ્ટેમ્બરથી માછીમારી કરવાની પરવાનગી આપી છે. આ નિર્ણયથી કેટલાક માછીમારોને ફાયદો અને કેટલાકને નુકસાન થઈ શકે છે. રાજ્યના વિવિધ બંદરોની ભૌગોલિક સ્થિતિ અલગ છે. વેરાવળના માછીમારો મત્સ્યોદ્યોગ વિભાગના નિર્ણયથી મોટું નુકસાન જવાનો અંદેશો વ્યક્ત કરી રહ્યાં છે.મહારાષ્ટ્ર, ગોવા સહિતના માછીમારોએ કામકાજ શરૂ કરી દીધું છે, ત્યારે દેશમાં એક સમાન કાયદો અમલી થાય તેવી માછીમારો માગણી કરી રહ્યાં છે.

ગુજરાતના વેરાવળ, મુન્દ્રા, જખૌ સહિતના બંદરોએ માછીમારો એક મહિનો મોડી માછીમારીની પરવાનગીનો વિરોધ કરી રહ્યાં છે.ગુજરાતના માછીમારોના સામૂહિક અંતર માટે નિયમ સારો છે. આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર કે ગોવાના માછીમારો ગુજરાતના કાંઠે આવીને તેનો લાભ લઈ જાય તો તે યોગ્ય નથી.આ મુદ્દે કેન્દ્ર સરકારે વિવિધ સંસ્થાઓ પાસે રિસર્ચ કરાવીને એક નિયમ બનાવવો જોઈએ. જો કે ફિશરીઝ અધિકારીએ માછીમારોની રજૂઆત આગળ પહોંચાડવાની ખાત્રી આપી છે.

આ પણ વાંચો : CHHOTA UDEPUR : લાંબા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજા મહેરબાન, જિલ્લાના 6 તાલુકા પૈકી 4 તાલુકામાં ધોધમાર વરસાદ

આ પણ વાંચો : SURAT : ત્રણ-ચાર દિવસના ઉકળાટ બાદ શહેરમાં ફરી વરસાદ, વાતવરણમાં ઠંડક પ્રસરી

Next Video