Gir somnath : તાઉ તે વાવાઝોડાના 14 દિવસ બાદ પણ સૌરાષ્ટ્રના 191 ગામમાં છવાયેલો છે અંધારપટ

|

Jun 01, 2021 | 11:29 AM

સૌરાષ્ટ્રમાં (Saurashtra) તાઉ તે વાવાઝોડાએ (Tauktae Cyclone) તબાહી મચાવી હતી. જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઇ છે.

Gir somnath : સૌરાષ્ટ્રમાં (Saurashtra) તાઉ તે વાવાઝોડાએ (Tauktae Cyclone) તબાહી મચાવી હતી. જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઇ છે. તાઉ તે વાવાઝોડાને 14 દિવસ આવ્યા બાદ હજુ પણ સૌરાષ્ટ્રના અમુક ગામમાં અંધારપટ છવાઈ ગયો છે.

તાઉતે વાવાઝોડાને 14 દિવસથી વધુનો સમય વીત્યો છે આમ છતાં પણ 191 ગામમાં હજુ પણ વીજળીના હોવાને કારણે અંધારપટ છે. લોકો સ્કૂટરની બેટરીમાંથી મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના ગીર ગઢડા, જાફરાબાદ અને ઉના સહિતના અનેક ગામમાં જનરેટર મુકાયા છે. જેનાથી મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે.

તો બીજી તરફ લોકો કુવા-તળાવમાંથી પાણી ભરવા મજબુર થઇ રહ્યા છે. લાઈટ ના હોવાને કારણે લોકો સાંજનું ભોજન પણ વહેલું બનાવી લે છે. તો કેટલાક લોકો પાસે અનાજ પણ નથી.

તો બીજી તરફ પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્રના 191 ગામમાં વીજળી ગુલ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સિવાય પીવાના પાણીની પણ સમસ્યા હોય લોકો દૂર-દૂર સુધી પીવાના પાણી માટે જવું પડે છે. તો સંસ્થાઓ પણ ગ્રામજનોની વ્હારે આવી છે અને જરૂરિયાતમંદ લોકોને રાશન કિટ અને ફૂડ પેકેટ્સ પણ મોકલ્યાં છે.

Next Video