Gir somnath : આલિદરના ગ્રામજનો શેરડીના પાકને બચાવવા માટે કરી રહ્યા છે તનતોડ પ્રયાસ

|

Jun 03, 2021 | 10:54 AM

Gir somnath : તાઉ તે((Tauktae) વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લામાં ભારે તબાહી સર્જી છે. 15 દિવસ જેટલો સમય થઇ ગયો હોવા છતાં ઘણા ગામમાં હજુ પણ વીજળી નથી. તો આલિદર ગામના ખેડૂતો પણ તાત્કાલિક વીજળી આપવાની માંગ કરી રહ્યા છે.

Gir somnath : તાઉ તે (Tauktae) વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લામાં ભારે તબાહી સર્જી છે. 15 દિવસ જેટલો સમય થઇ ગયો હોવા છતાં ઘણા ગામમાં હજુ પણ વીજળી નથી. તો આલિદર ગામના ખેડૂતો પણ તાત્કાલિક વીજળી આપવાની માંગ કરી રહ્યા છે.

ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામમાં ખેડૂતો તંત્ર પાસે તાત્કાલિક વીજળી આપવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. જો તાત્કાલિક વીજળીની સમસ્યા દૂર નહીં થાય તો ખેડૂતોના દુધાળા પશુ ટપોટપ મારશે. તો સૌથી વધુ પાણી વાળો વિસ્તાર હોવાથી ગામમાં શેરડીના પાકનું મબલખ ઉત્પાદન થાય છે. જો સમયસર વીજળી ના મળે તો શેરડીના પાકને પણ નુકસાન થશે.

આજે ખેડૂતોની દુર્દશા થઈ છે. સરકાર દ્વારા પીજીવીસીએલ ટિમો હજુ મોકલવામાં નહિ આવે તો આ વિસ્તારમાં ચાર મહિના સુધી વીજળી નહીં આવે અને આ ગામનો મુખ્ય પાક શેરડી અને દુધાળા પશુ છે. આલીદર ગામમાં પાણી પુષ્કળ હોવાથી ખેડૂતો સારું ઉત્પાદન મેળવે છે પણ ચાલુ વર્ષે વાવાઝોડાએ તારાજી સર્જી છે. ખેડૂતોને મગફળીનું વાવેતર કરવું છે. પરંતુ વાડી વિસ્તારમાં વીજળી નથી હવે ચોમાસુ આવવાની તૈયારી છે.

તો ખેડૂતોને દરેક બાજુથી નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.દશ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં 10 હજાર હેકટર જમીન ખેડૂતો ધરાવે છે. હવે ચિંતાએ છે કે ખેડૂતો ખેતી નહીં કરી શકે કારણ કે વાવાઝોડાના કારણે વીજળીના પોલ ઉથલ પાથલ થઇ ગયા છે.

નોંધનીય છે કે, આલીદર ગામ ઇકોસેન્સેટિવ ઝોનમાં આવે છે માટે આ ગામમાં ચોવીસ કલાક સરકાર એ વીજળી આપવી જરૂરી છે અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે જે ગીર બોર્ડર પર આવેલા ગામોને દિવસના વીજળી આપવી ત્યારે આજે 14 દિવસ થયા વાડી વિસ્તારમાં વીજળી વગર અમે વલખા મારી રહયા છે..

Published On - 10:54 am, Thu, 3 June 21

Next Video