GIR SOMNATH : જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદ, સુકાતા પાકને જીવનદાન મળ્યું

|

Sep 01, 2021 | 1:58 PM

ગીરસોમનાથ જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો થયો ખુશખુશાલ થયા છે અને વરસાદ વરસતા સુકાતા પાકને જીવનદાન મળ્યું છે.

GIR SOMNATH : રાજ્ય વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં આજે 1 સપ્ટેમ્બરના દિવસે વહેલી સવારથી મેઘમહેર થઇ છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા, કોડિનાર, ઉના, ગીરગઢડા, માં ગઈકાલ રાતથી અને વહેલી સાવરથી વરસાદ પડી રહ્યો છે. ગીરસોમનાથ જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો થયો ખુશખુશાલ થયા છે અને વરસાદ વરસતા સુકાતા પાકને જીવનદાન મળ્યું છે. ગીરસોમનાથમાં ભારે વરસાદને પગલે તાલાળા અને ગડુને જોડતા પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

તાલાલા તાલુકાના જેપુર-ઘણેજ ગામમાંથી પસાર થતી આંબાખોય નદીના પાણી ગામમાં ફરી વળ્યાં હતા. આંબાખોય નદી આગળ જતાં હીરણ નદીમાં ભળી જાય છે. ગીરમાં ધોધમાર વરસાદને લઈ રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા હતા.
તો તાલાલા તાલુકાના આંબળાસ ગામે અને ગીર જંગલ તેમજ ગીર નજીકના ગામોમાં ધોધમાર વરસાદથી ગીરના વોકળા સજીવન થયા છે. ચાલુ વર્ષે પ્રથમવાર વોકળામાં પાણી આવ્યા છે. આંબળાસ અને ભેરાળા ગામે રસ્તા પર નદી વહી હોઈ તેવા દૃશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદના પગલે ગામડાના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા.

તાલાલા ગીરના ધાવા ગામે શેરીઓ નદી બની હતી. ભારે વરસાદને કારણે પાણીનો ધોધ વહેતો થયો હતો. તો વેરાવળના ઈણાજ ગામે ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ નદી સમાન બન્યા હતા. રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 1 ઈચ, ગીરગઢડામાં 2, સૂત્રાપાડામાં અને તાલાલામાં 1.5 ઈચ, કોડીનાર અને ઉનામાં અડધો ઇંચ અને ગીરગઢડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : MOSNOON 2021 : રાજ્યમાં 71 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

Next Video