અમિત શાહ દીવ પહોંચે તે પહેલા વિપક્ષને મોટો ઝટકો, કોંગ્રેસના 600 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

|

Jun 11, 2022 | 11:54 AM

દીવના સાઉદ વાડીના પંચાયત પ્રાંગણમાં યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહ દીવ પહોંચે તે પહેલા વિપક્ષને મોટો ઝટકો, કોંગ્રેસના 600 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
600 Congress workers joining the BJP

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) દીવ (Diu) પહોચે તે પહેલા વિપક્ષને મોટો ઝટકો લાગ્યો છે. દિવની સાઉંદવાડીના સરપંચ સહિત 7 સભ્યો અને જીલ્લા પંચાયતના બે સભ્યો કોંગ્રેસ પ્રમુખ ઉમેશ રામા સહિત 600 કાર્યકર્તાઓ ભાજપ (BJP) માં જોડાયા, કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. દીવના સાઉદ વાડીના સરપંચ સહિત સાત સભ્યો ભાજપમાં જોડાયા છે. પંચાયત પ્રાંગણમાં યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, દીવ નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને અપક્ષ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

આજે સાઉદ વાડી પંચાયત હોલના પ્રાંગણમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દમણના સાંસદ લાલુભાઈ પટેલ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ કિરીટભાઈ વાજા, પૂર્વ પ્રમુખ બી.એમ.માચી, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલ, દીવ જિલ્લાના પ્રભારી જીજ્ઞેશ પટેલ, દીવ નગરપાલિકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ અમૃતા અમૃતલાલ, જિલ્લા મહામંત્રી મોહનભાઈ બામણિયાની ઉપસ્થિતિમાં સેંકડો લોકો ભાજપમાં જોડાયા હતા અને જણાવ્યું હતું કે દીવનો વિકાસ આપણે ઈચ્છીએ છીએ અને જે રીતે શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રે દીવનો વિકાસ થઈ રહ્યો છે. અમે આ વિકાસ યાત્રાનો હિસ્સો બન્યા છીએ. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારા બાળકોના શિક્ષણ માટે જે કામ કર્યું છે. અમે તેમના ઋણી છીએ તેથી જ સમગ્ર હરિયાળા ગામોએ ભાજપને સમર્થન આપ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિવની મુલાકાતે પધાર્યા છે. જ્યાં આજે તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ સવારે 10.45 વાગ્યે અમિત શાહ દિવ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. દીવ એરપોર્ટ પર સ્વાગત થયા બાદ સર્કિટ હાઉસ ખાતે અગત્યની બેઠકમાં ભાગ લેશે. અમિત શાહ સર્કિટ હાઉસ ખાતે પશ્વિમ ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel), ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને પ્રફૂલ પટેલ ઉપસ્થિત રહેશે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

પશ્વિમ ઝોનલ કાઉન્સિલની બેઠક પૂર્ણ થયા બાદ 3.30 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. સાંજે 5.30 વાગ્યે પદ્મભૂષણ સ્પોટ્સ કોમ્પલેક્ષ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. સાંજે 6.30 વાગ્યે ખુકરી મેમોરિયલની મુલાકાત લેશે અને તેને ખુલ્લુ મૂકશે. અમિત શાહના આગમનને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. બપોર પછી વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખવાની પ્રશાશને અપીલ કરી છે.

 

Published On - 11:54 am, Sat, 11 June 22

Next Article