GIR SOMNATH : સોમનાથથી દીવ માટે ટુરિસ્ટ બસનો પ્રારંભ, માત્ર 500 રૂપિયા નજીવું ભાડું

|

Mar 20, 2021 | 12:47 PM

GIR SOMNATH :સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથથી દીવ માટે આજથી ટુરીસ્ટ બસનો પ્રારંભ કરાયો છે.માત્ર 500 રૂપીયામાં સોમનાથથી યાત્રીકોને લઈ દીવના તમામ જોવા લાયક સ્થળો બતાવી ભોજન કરાવી યાત્રીકોને પરત સોમનાથ લાવશે. નહી નફો નહી નુકશાનથી પ્રવાસીઓને આ સુવિધા આપવામાં આવશે.

GIR SOMNATH : સોમનાથથી દીવ માટે ટુરિસ્ટ બસનો પ્રારંભ, માત્ર 500 રૂપિયા નજીવું ભાડું
સોમનાથ મંદિર

Follow us on

GIR SOMNATH :સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથથી દીવ માટે આજથી ટુરીસ્ટ બસનો પ્રારંભ કરાયો છે.માત્ર 500 રૂપીયામાં સોમનાથથી યાત્રીકોને લઈ દીવના તમામ જોવા લાયક સ્થળો બતાવી ભોજન કરાવી યાત્રીકોને પરત સોમનાથ લાવશે. નહી નફો નહી નુકશાનથી પ્રવાસીઓને આ સુવિધા આપવામાં આવશે.

સોમનાથથી પ્રતિ યાત્રીક દીઠ 500 રૂપીયાના દરે આ બસ સવારે 8 વાગ્યે યાત્રીકો સાથે સોમનાથથી ઊપડશે. જે બસ સવારે 10 વાગ્યે દીવ પહોચશે. જ્યાં પર્યટન સ્થળો જેમાં દીવમાં ગંગેશ્વર મહાદેવ, નાગવા બીચ, ચર્ચ તેમજ પ્રાચીન કિલ્લાઓ ખુખરી સ્માર્ક વગેરે સ્થાનો બતાવશે. બપોરના આ ટુરીસ્ટોને ભોજન પણ ટ્રસ્ટ દ્રારા અપાશે. આમ નહી નફો નહી નુકશાનના દરે આ બસનો આજે પ્રારંભ કરાયો છે.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર દ્રારા પ્રથમ દીવસે યાત્રીકોને મોઢું મીઠું કરાવી શ્રીફળ વધારી અને પુજાવીધી સાથે જયસોમનાથના નાદ સાથે પ્રથમ દીવસે પ્રથમ ટ્રીપનો પ્રારંભ કર્યો હતો.આજે પ્રથમ દીવસ પ્રવાસીઓ પુર્ણ માત્રામાં દીવ જવા રવાના થયા હતાં.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સામાન્ય રીતે સોમનાથ આવતાં યાત્રીકો પ્રવાસન સ્થળ દીવ જવા આતુર હોય છે. પરંતુ અહીથી ખાનગી વાહનમાં જતા આવતાં 2 થી 3 હજારનો પ્રવાસીઓને ખર્ચ થતો હતો. સાથે જ અજાણ્યા યાત્રીકો હોય ત્યારે ગાઈડ સાથે આ સોમનાથ ટ્રસ્ટની ટુરીસ્ટ બસ શરૂ થતાં યાત્રીકોમાં ભારે ખુશી જોવા મળી હતી.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારે આ નિમિતે વધુમાં જણાવ્યું કે આ ખુશીની વાત છે કે અહીં આવનારા યાત્રીકોને વધુ અને વ્યાજબી સુવીધા મળી રહેશે.આ સાથે આજે દીવ બાદ આવનારા સમયમાં વધુ બસો ખરીદી અને જીલ્લાના અન્ય તીર્થસ્થળો જેમાં તુલસી શ્યામ, પ્રાચી, જમદગ્ની, આશ્રમ ગુપ્ત પ્રયાગ વગેરે સ્થળો સાથે સોમનાથ તીર્થથી જોડાશે.

તો સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ મેનેજર અજય દુબેએ જણાવ્યું છેકે સોમનાથ આવતાં યાત્રીકો દીવ જવામાં પહેલા ભારે પરેશાન થતાં હતા. ત્યારે હવે આ સેવાના પ્રારંભથી માત્ર 500 રૂપીયામાં યાત્રીકો દીવ આસાનીથી જઇ શકશે. અને, દીવના તમામ સ્થળોની આસાનીથી મુલાકાત લઇ શકશે. આ સાથે ભોજનની સુવિધા હોવાથી યાત્રિકોનો વધુ ખર્ચમાં નહીં કરવો પડે.

આજે બસનો પ્રારંભ થતા આ સેવાનો લાભ લેનાર મધ્યપ્રદેશના યાત્રિક પ્રવિણ તિવારીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું તે સોમનાથ આવ્યા દર્શન કર્યા આજે પ્રથમ દીવસે શરૂ થનાર બસમાં અમે દીવ જઈ રહ્યા છીએ. અજાણ્યા વીસ્તારમાં ગાઈડ સાથે દીવના સ્થળો જોવાનો આનંદ છે .જાતે વાહનમાં જવાનો ખર્ચ 2 થી 3 હજાર થાત પરંતુ જમવા ફરવા સાથે 500 રૂપીયાએ નહીવત ચાર્જ છે.

Next Article