Gir somnath: તાઉ તે વાવાઝોડાને પગલે કેરીના પાકને મબલક નુકસાન, ખેડૂતો ચિંતિત

|

May 19, 2021 | 2:23 PM

Gir somnath : ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે, તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Gir somnath : ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે, તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નાળિયેરી, કેળા, કેરી જેવા બાગાયતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.

બાજરી, ડાંગર, મગફળી સહિતના પાકને નુકસાન થયું છે. કેરીની સિઝન માંડ શરૂ થઈ હતી ત્યાં તાઉ તે વાવાઝોડાએ આંબાની વાડીઓને ખેદાન મેદાન કરી નાખી અને સિઝનમાં કમાવાની ખેડૂતોની આશાને ફંગાળી નાખી. જે ખેડૂતો કેરીના પાકથી સારી આવક થશે તેવી આશા સેવી રહ્યા હતા તે જ કેરીઓ વાવાઝોડાને કારણે જમીનદોસ્ત થઈ ગઈ છે.

ઉના, કોડીનાર પંથકમાં અડદ, તલ, મગફળી, બાજરીને પણ ફટકો પડ્યો છે. આ સ્થિતિમાં સ્થાનિક ધારાસભ્યોએ ખેડૂતોને રાહત પેકેજ આપવાની માગણી કરી છે.

ગીર-સોમનાથ જિલ્લામાં ‘તાઉ તે’ વાવાઝોડાએ ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. કેસર કેરીનો મોટાભાગનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ગીર સોમનાથ જિલ્લાના અજોઠા ગામમાં કેરીના પાકને નુકસાન થયું છે. વાવાઝોડાને પગલે બગીચામાં મોટાભાગની કેરીઓ ખરી પડી છે. દર વર્ષે 10થી 15 લાખની આવક થતી હોય છે.

જો કે આ વખતે કેરીનો પાક બગડી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ બાગાયતી પાકમાં વીમો પણ ન હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ખેતી નુકસાન વિશે વાત કરતા કહ્યું કે, ઉનાળુ પાકને અસર થઇ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઇ છે જ્યાં પશુઓના મોત થયા છે, તેમને સહાયતા તથા ઘરવખરી આપવામાં આવશે. CM રૂપાણીએ નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે તથા માછીમારો અને ખેડૂત સહિત તમામને સહાય ચૂકવવામાં આવશે તેવું પણ જણાવ્યું.

 

Next Video