Gir Somnath : Kesar કેરીનાં પાકને લાગી નજર, ફ્લાવરિંગ બાદ ફૂગ લાગતા ખેડૂતો ચિંતિત

|

Feb 15, 2021 | 7:30 PM

Gir Somnath : કમોસમી વરસાદ બાદ પણ Kesar કેરીના બગીચાઓમાં ભારે માત્રામાં ફ્લાવરિંગ થતા ખેડૂતો ખુશખુશાલ હતા. પરંતુ, અચાનક કેસર કેરીનાં આંબા પર સફેદ ફૂગનો રોગ આવતા મોર ખરી પડ્યો છે

Gir Somnath : Kesar કેરીના ગઢ મનાતા ગીર વિસ્તારમાં કેસરનાં આંબામાં જોરદાર ફ્લાવરિંગ (મોર) બાદ સફેદ ફૂગ, મગીયો સહિતના રોગ આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. સફેદ ફૂગના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પાકમાં રોગચાળાના કારણે ફ્લાવરીંગ અને ખાખડીઓ 50 ટકા ખરી પડ્યા છે. કમોસમી વરસાદ બાદ પણ કેસર કેરીના બગીચાઓમાં ભારે માત્રામાં ફ્લાવરિંગ થતા ખેડૂતો ખુશખુશાલ હતા.પરંતુ, અચાનક કેસર કેરીનાં આંબા પર સફેદ ફૂગનો રોગ આવતા મોર ખરી પડ્યો છે. તો સાથે ખાખડી પણ ભારે માત્રામાં ખરી રહી છે.

 

Next Video