Gir Somnath : જિલ્લામાં બર્ડ ફલૂની દસ્તક, ઉનાના ચીખલી ગામમાં 13 મરઘીના મોતનો રિપોર્ટ પોઝિટિવ

|

Jan 23, 2021 | 1:55 PM

Gir Somnath : જિલ્લામાં બર્ડફ્લૂએ દસ્તક આપી છે. 13 દિવસ પૂર્વે ઉનાના ચીખલી ગામે મુરઘીઓના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો હતો.

Gir Somnath : જિલ્લામાં બર્ડફ્લૂએ દસ્તક આપી છે. 13 દિવસ પૂર્વે ઉનાના ચીખલી ગામે મુરઘીઓના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો હતો. તેમાંથી 13 મરઘીઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. ત્યારે હવે એકસાથે 13 કેસ આવવાથી જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. સાથે જ પશુપાલન વિભાગ પણ દોડતું થયું છે. ઉનાના ચીખલી ગામે થોડા દિવસ પહેલા 18 મરઘીઓના મોત થયા હતા. જેમાં પ્રાથમિક તપાસમાં બર્ડ ફ્લૂની કોઈ દહેશત ન હોવાનું પશુપાલન વિભાગ દ્વારા કહેવાયું હતું. પરંતુ અચાનક પક્ષીઓના શંકાસ્પદ મોતને લઈ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી.

 

 

 

 

જિલ્લા પશુપાલન અધિકારી ઉપરાંત જૂનાગઢથી ખાસ નાયબ નિયામક મોબાઈલ લેબોરેટરી સાથે ટીમ લઈ તાબડતોબ બનાવ સ્થળે પહોંચ્યા હતા. અને મૃત તેમજ બીમાર અને તંદુરસ્ત મરઘીઓના બ્લડ સેમ્પલ લઈ વિસ્તૃત પરીક્ષણ અર્થે ભોપાલ લેબ ખાતે મોકલવા તજવીજ હાથ ધરી હતી. તકેદારીના ભાગ રૂપે મૃત મરઘી અને બીમાર અને તંદુરસ્ત મરઘીના બ્લડ સેમ્પલ લેવાયા હતા. તમામ સેમ્પલ ભોપાલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ભોપાલ લેબ ખાતેના પરીક્ષણમાં મરઘીઓના 13 સેમ્પલ બર્ડફ્લુ પોઝિટિવ આવ્યા છે. જેથી હવે ચીખલી આસપાસના એક કિલોમીટરની ત્રિજ્યામાં કિલિંગની કામગીરી હાથ ધરાશે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. પશુપાલન વિભાગના નાયબ નિયામકની ટીમે મોબાઈલ લેબ સાથે સ્પોટ વિઝીટ કરી હતી.

Next Video