ઘરની દિવાલોને તો કલરકામથી શણગારી દેશો પણ, ઘરના બારી બારણાંને શોભાવતાં “કર્ટન”ની પસંદગી કઈ રીતે કરશો? વાંચો અમારી આ ખાસ ટીપ્સ

|

Sep 22, 2020 | 6:20 PM

આપણા સૌના ઘરમાં બારી બારણાં પર કર્ટન લગાવેલા જ હોય છે. ફરક એટલો રહે છે કે શિયાળામાં ઘરના બારી બારણાં પર થોડા લાઈટ કલર અને જાડા મટિરિયલના કર્ટન લગાવીએ છીએ, જેથી શિયાળામાં ઘરમાં ઠંડીથી રાહત રહે છે. તો ઉનાળામાં ગરમીથી નિરાંત મળે છે. અત્યાર સુધી કર્ટનમાં આપણે મોટાભાગે દિવાલના કે ફર્નિચરના કલર સાથે મેચ થાય […]

ઘરની દિવાલોને તો કલરકામથી શણગારી દેશો પણ, ઘરના બારી બારણાંને શોભાવતાં કર્ટનની પસંદગી કઈ રીતે કરશો? વાંચો અમારી આ ખાસ ટીપ્સ

Follow us on

આપણા સૌના ઘરમાં બારી બારણાં પર કર્ટન લગાવેલા જ હોય છે. ફરક એટલો રહે છે કે શિયાળામાં ઘરના બારી બારણાં પર થોડા લાઈટ કલર અને જાડા મટિરિયલના કર્ટન લગાવીએ છીએ, જેથી શિયાળામાં ઘરમાં ઠંડીથી રાહત રહે છે. તો ઉનાળામાં ગરમીથી નિરાંત મળે છે.

અત્યાર સુધી કર્ટનમાં આપણે મોટાભાગે દિવાલના કે ફર્નિચરના કલર સાથે મેચ થાય તેવા કર્ટન લગાવવાનું પસંદ કરતાં હતાં પણ આજકાલ ટ્રેન્ડ છે દોરીવાળા કર્ટનનો. જે એકદમ પાતળો અને લાઈટવેટ દોરીમાંથી બનાવેલો હોય છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

આવા કર્ટન જો તમારા ઘરના ડ્રોઈંગરૂમ અને લિવિંગરૂમ વચ્ચે પાર્ટીશન ન હોય તો સ્પેસ ડિવાઈડર તરીકે પણ ઉપયોગી છે. આ કર્ટન જાતજાતના કલર્સમાં મળે છે. સિલ્વરથી લઈને ગોલ્ડન અને બ્લેક એન્ડ વ્હાઇટ તેમ જ મલ્ટીકલર ઉપરાંત તમારી કોઈ ખાસ કલર ચોઇસ હોય તો એ કલરનો કર્ટન પણ મળી જાય છે. વ્હાઇટ કર્ટનનો લુક એકદમ રિચ લાગે છે.

 

ગોલ્ડન અને સિલ્વર કર્ટન તમે બેડરૂમની બારી અને બારણાં પર લગાવી શકો છો. એના કારણે બેડરૂમનો લુક જ એકદમ અલગ લાગશે અને તમને ત્યાં આરામ કરવાનું પણ ગમશે. જો તમને આ કલર ગમતો ન હોય તો મલ્ટીકલર કર્ટન પણ લગાવી શકો છો.

 

જો ઘરમાં બાળકો હોય તો બારીબારણા પર મલ્ટીકલર કર્ટન લગાવવાથી બાળકોને તે રૂમમાં રહેવાની મજા આવશે. જ્યારે આ કર્ટન લગાવો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તેઓ આ કર્ટન રમત રમતમાં ખેંચી ન કાઢે કારણ કે આ કર્ટન ખૂબ નાજુક આવે છે.

એમ તો બેડરૂમની બારી પર એલઇડી લાઈટ વાળા કર્ટન લગાવીને પણ ઘરનાં સુશોભનમાં ચાર ચાંદતો લગાવી જ શકાય છે સાથે વાતાવરણને પણ રોમેન્ટિક પણ બનાવી શકો છો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article