કોરોનાકાળમાં બાળકોને મોબાઈલ-ટીવીથી અપાવો છુટકારો, સાથે મળીને કરો ગાર્ડનિંગ

|

Sep 19, 2020 | 1:08 PM

છેલ્લા ઘણા મહિનાઓથી આપણે બધા કોરોનાથી કંટાળી ગયા છે.  કોરોનાના વાયરસે વિશ્વ આખાને હચમચાવી મૂક્યું છે. નાના મોટા સૌ કોઈ કોરોનાના કહેરથી પ્રભાવિત છે. કોરોનાને કારણે બધું જ ઓનલાઈન થઈ ગયું છે, એટલે મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ વધ્યો છે. ટીવીનો વપરાશ પણ સૌથી વધારે વધ્યો છે. પણ આ બધી ભાગદોડ વચ્ચે આપણે કુદરતથી ઘણા દૂર […]

કોરોનાકાળમાં બાળકોને મોબાઈલ-ટીવીથી અપાવો છુટકારો, સાથે મળીને કરો ગાર્ડનિંગ

Follow us on

છેલ્લા ઘણા મહિનાઓથી આપણે બધા કોરોનાથી કંટાળી ગયા છે.  કોરોનાના વાયરસે વિશ્વ આખાને હચમચાવી મૂક્યું છે. નાના મોટા સૌ કોઈ કોરોનાના કહેરથી પ્રભાવિત છે. કોરોનાને કારણે બધું જ ઓનલાઈન થઈ ગયું છે, એટલે મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ વધ્યો છે. ટીવીનો વપરાશ પણ સૌથી વધારે વધ્યો છે. પણ આ બધી ભાગદોડ વચ્ચે આપણે કુદરતથી ઘણા દૂર થઈ ગયા છીએ. ત્યારે કુમળી વયના બાળકોને કુદરત સાથે ફરી વાર જોડવાનો વિકલ્પ છે ગાર્ડનિંગ. સાથોસાથ મોબાઈલ અને ટીવીનું વળગણ પણ થશે દુર.

હાલનાકોરોનાકાળમાં આપણા સૌની પાસે પુરતો સમય છે. પશ્ચિમના દેશોમાં તો શિક્ષણમાં જ ગાર્ડનિંગ એક વિષય તરીકે ભણવાનો પણ હોય છે. તેવી જ રીતે આપણે પણ આ સમયમાં આપણા બાળકોમાં ગાર્ડનિંગ પ્રત્યે રુચિ કેળવી શકીએ છીએ અને તેના માટે વધારે ખર્ચો કરવાની જરૂર પણ નથી. બાળકોને ગાર્ડનિંગ પ્રત્યે રસ જાગે તે માટે જૂની વસ્તુઓ, પ્લાસ્ટિકની બોટલો, મગ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે.

બાળકોમાં નવું શીખવાની જિજ્ઞાસા અને આતુરતા પહેલાથી હોય છે. તે ખૂબ સહજતા અને સરળતાથી બધી વસ્તુઓ શીખી લેતા હોય છે. આસપાસના વાતાવરણમાં ગાર્ડનિંગની ખૂબ સરળતાથી શરૂઆત બાળકને ફનની સાથે શીખવાડી શકાય છે. નાના ડબ્બા, થેલી કે ટબમાં બાળકો પાસે જ ઇન્ડોર પ્લાન્ટ કે શાકભાજી ઉગાડવાની શરૂઆત કરો. ઘરમાં રોજ વાપરી શકાય એવા હર્બ્સ જેવા કે કોથમીર, ફુદીના, ટામેટા, મેથીના દાણા રોપો. બાળકોની પાસે રોપાવેલા  શાકભાજી, પ્લાન્ટ આઠ જ દિવસમાં ઉગી નિકળશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બાગકામ એ પણ એકજાતની શારીરિક વિકાસની જ પ્રવૃત્તિ છે. જેનાથી બાળકને કંઈક નવું કર્યાનો આનંદ થશે. તેનામાં આત્મવિશ્વાસ વધશે. જીવનમાં વ્યવસ્થાપન આવશે. પાણી ક્યારે આપવાનું ? કેટલું આપવાનું ? પાન, ડાળી ક્યારે વધે ? સૂર્યપ્રકાશ કેટલો જરૂરી ? ખાતર ક્યારે કેટલું આપવાનું ? એની સમજ આવશે.આ બધાની સાથે જવાબદારી મારી છે એ જીવનનો સૌથી મોટો પાઠ ભણશે. એ છોડમાંથી એ પણ શીખશે કે મોટા થઈને સમાજને કેવી રીતે ઉપયોગી થવાનું છે.

જીવનમાં સ્વાસ્થ્યવર્ધક ખાવાનો જ વિચાર કરશે. ધીમેધીમે એ પણ સમજશે કે ઉગાડવામાં આટલી મહેનત જાય છે જેથી થાળીમાં એઠું ન છોડાય અને ખાવાનું વેસ્ટ ન. કરાય. અને સૌથી મોટી વાત એ કે ગાર્ડનિંગમાં વ્યસ્ત રહેવાને કારણે તે ટીવી અને મોબાઈલથી દૂર રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:04 am, Sun, 6 September 20

Next Article