પ્રતિબંધ છતા સુરતના દરિયામાં કર્યુ ગણેશ વિસર્જન, વિસર્જનના ફોટા સોશિયલ મીડિયામા મૂકીને ઉભી કરી મુશ્કેલી

|

Sep 19, 2020 | 2:21 PM

કોરોના મહામારીને કારણે ગણેશ વિસર્જન માટે બહાર પાડેલી ગાઈડલાઈન અને અપીલને ઘોળીને પી જનાર સુરતના ગણેશ યુવક મંડળ માટે મુશ્કેલીના દિવસો શરૂ થઈ રહ્યાં  છે. આ ગણેશ યુવક મંડળે નીતિ નિયમોને ચાતરીને દરિયામાં ગણેશ વિસર્જન કર્યું, વિસર્જન કર્યુ એ તો બરાબર, પાછા  દરિયામાં કરેલા ગણેશ વિસર્જનના ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા, જેના કારણે તેઓ મુશ્કેલીમાં […]

પ્રતિબંધ છતા સુરતના દરિયામાં કર્યુ ગણેશ વિસર્જન, વિસર્જનના ફોટા સોશિયલ મીડિયામા મૂકીને ઉભી કરી મુશ્કેલી

Follow us on

કોરોના મહામારીને કારણે ગણેશ વિસર્જન માટે બહાર પાડેલી ગાઈડલાઈન અને અપીલને ઘોળીને પી જનાર સુરતના ગણેશ યુવક મંડળ માટે મુશ્કેલીના દિવસો શરૂ થઈ રહ્યાં  છે. આ ગણેશ યુવક મંડળે નીતિ નિયમોને ચાતરીને દરિયામાં ગણેશ વિસર્જન કર્યું, વિસર્જન કર્યુ એ તો બરાબર, પાછા  દરિયામાં કરેલા ગણેશ વિસર્જનના ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા, જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા.

ઓવારા વિસર્જન પર ગણેશ પ્રતિબંધ મુકવા પાછળનું કારણ એ હતું કે ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ હતી. આ જ કારણથી વિસર્જનના દિવસે પણ ઘર આંગણે જ પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરી હતી..તેમ છતાં સહારા દરવાજાના યુવક મંડળે ગણેશ પ્રતિમાનું ઘર આંગણે વિસર્જન કરવાને બદલે પોલીસ કાર્યવાહીથી બચવા માટે વહેલી સવારે પાંચ વાગ્યે પ્રતિમાને ડુમસ લઈ ગયા હતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ડુમસ પહોંચ્યા બાદ યુવક મંડળના સભ્યોએ હરીશ પગારે, ચિરાગ સાલવી, વિકી સોનાર સહિત 10 સભ્યોએ બોટ ભાડે કરીને ડુમસ દરિયાના વચ્ચોવચ્ચ પહોંચ્યા હતાં અને શ્રીજીની આરતી ઉતારી ધાર્મિક વિધિ અનુસાર પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.

 

ગણેશ વિસર્જનના ફોટા સોશિયલ મીડિયામાં મૂકીને મુશ્કેલી સર્જી છે. રાજકીય પક્ષ સાથે આ યુવકો સક્રિય રીતે જોડાયેલા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.  ત્યારે આગામી દિવસોમાં ગણેશ યુવક મંડળના તમામ સભ્યો કે જેઓ દરિયામાં ગણેશ વિસર્જન કરવા ગયા હતા તેમની સામે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા ફોટાના આધારે કોઈ કાર્યવાહી થાય છે કે નહી તે જોવુ રહ્યું.

આ પણ વાંચોઃસુરતના હિરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધશે તો બજાર બંધ કરાવાશે, રસ્તા પર પડેલા ખાડા સાત દિવસમાં પૂરી દેવાશેઃ મ્યુ. કમિશનર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 9:45 am, Thu, 3 September 20

Next Article