ગાયના છાણમાંથી ગણેશ મૂર્તિ બનાવવા રાષ્ટ્રીય કામધેનુ આયોગનું અભિયાન

|

Aug 19, 2020 | 1:26 PM

રાષ્ટ્રીય કામધેનુ આયોગે ગણેશ ઉત્સવને ધ્યાને લઈને, ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવાનું અભિયાન હાથ ધર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિના સ્થાપન માટે અપિલ કરી છે. જેને રાષ્ટ્રીય કામધેનુ આયોગે વધાવી લઈને ગાયના છાણમાંથી 3 ઈંચથી માંડીને 12 ઈંચ સુધીની ગણેશ મૂર્તિ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. અનેક મહિલા ગૃહ ઉદ્યોગ, […]

ગાયના છાણમાંથી ગણેશ મૂર્તિ બનાવવા રાષ્ટ્રીય કામધેનુ આયોગનું અભિયાન

Follow us on

રાષ્ટ્રીય કામધેનુ આયોગે ગણેશ ઉત્સવને ધ્યાને લઈને, ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવાનું અભિયાન હાથ ધર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિના સ્થાપન માટે અપિલ કરી છે. જેને રાષ્ટ્રીય કામધેનુ આયોગે વધાવી લઈને ગાયના છાણમાંથી 3 ઈંચથી માંડીને 12 ઈંચ સુધીની ગણેશ મૂર્તિ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. અનેક મહિલા ગૃહ ઉદ્યોગ, સામાજીક સંસ્થાઓ, ગૌશાળાઓ દ્વારા ગાયના છાણમાંથી ગણેશ મૂર્તિ બનાવી રહી છે. ક્લિન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા, હેલ્ધી ઈન્ડિયાનો અને આત્મનિર્ભર ભારતનો સંદેશ છે. અત્યાર સુધી પીઓપીમાંથી મૂર્તિ બનતી હતી તેના કારણે પર્યાવરણને નુકસાન થતુ હતુ. રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગણેશજીના આકારની ડાઈ, મોલ્ડ બનાવનારા અને ગૌશાળાને સંપર્ક કરાવ્યો છે. મહત્વની વાત એ છે કે, આવી મૂર્તિની વધુ માંગ ઊભી થાય. અને તેના માટે આયોગ વધુને વધુ પ્રયાસ કરી રહ્યું છે.

Published On - 2:09 pm, Thu, 23 July 20

Next Article