રાજ્ય સરકારે માસ્કને આવકનું સાધન બનાવ્યું, બે વર્ષમાં 249.10 કરોડથી વધુની રકમ વસુલી લીધી

|

Mar 10, 2022 | 4:34 PM

માસ્ક પહેરવાના નિયમનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી વસુલવામાં આવેલ દંડ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી સરકારે વિધાનસભામાં રજૂ કરી હતી. મસ્ક ન પહેરવા બદલ 36,26,572 વ્યક્તિઓ પાસેથી પોલીસે દંડ વસુલ્યો છે.

રાજ્ય સરકારે માસ્કને આવકનું સાધન બનાવ્યું, બે વર્ષમાં 249.10 કરોડથી વધુની રકમ વસુલી લીધી
Assembly House (File photo)

Follow us on

રાજ્યમાં કોરોના મહામારીના પગલે રાજ્ય સરકાર (state government) એ માસ્ક પહેરવાનું ફરજિયાત કરી જે લોકો માસ્ક (mask) ન પહેરે તેની પાસેથી 1000 રૂપિયા દંડ વસુલવાનું આદેશ કર્યો હતો. જે અંતર્ગત જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને દંડ ફટકારવાની કામગીરી કરાઈ રહી છે. જોકે આ સરકાર માટે આવક (income) નો નવો સ્રોત બન્યો હોવાનું ચિત્ર બની રહ્યું છે કેમ કે છેલ્લા બે વર્ષમાં સરકારે માસ્ક બદલ 249 કરોડથી વધુની રકમ એકઠી કરી લીધી છે.

માસ્ક પહેરવાના નિયમનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી વસુલવામાં આવેલ દંડ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી સરકારે વિધાનસભા (Assembly) માં રજૂ કરી હતી. રાજ્યમાં બે વર્ષમાં માસ્ક પહેરવાના નિયમનો ભંગ કરનાર 36,26,572 વ્યક્તિઓ પાસેથી પોલીસે 249 કરોડ 10 લાખ 61 હજાર 20 રૂપિયાની દંડની રકમ વસૂલ કરી છે. માસ્ક ન પહોરવા બદલ પકડાયેલા અને સ્થળ પર દંડ ન ભરનાર 52,907 વ્યક્તિઓ વિરૂધ્ધ આઈપીસી 1860 તથા ધ એપેડેમીક ડિસીઝ એકટ -1897 હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

વિધાનસભામાં પૂછેલા ગુનાહિત કૃત્યો અંગે પ્રશ્નોની સંકલિત માહિતી પણ રજૂ કરાઈ

રાજ્યના 31 – જીલ્લાઓમાં બે વર્ષમાં લુંટ -1024 , ખૂન -1863 , ધાડ -271 ચોરી -18658 , અપહરણ -3911 , આત્મહત્યા 15146 , ઘરફોડ ચોરી -5332 , રાયોટીંગ -1844 , આકસ્મિક મૃત્યુ -25234 , અપમૃત્યુ -40412 , ખૂનની પ્રશિષ -1979 ઘટનાઓ નોંધાઈ છે. આવી ઘટનાઓમાં સંડોવાયેલા 2619 ખારોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે. રાજ્યમાં 31 – જીલ્લાઓમાં દર બે દિવસે 5 – ખુન , ધ – અપહરણ , 41 – આત્મહત્યા , 70 – આકસ્મિક મૃત્યુ 110 – અપમૃત્યુ પર્ય ચોરી અને 14 – ઘરફોડ ચોરીના બનાવો નોંધાય છે .

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

રાજ્યમાં બે વર્ષમાં 3796 બળાત્કાર અને 61 સામુહિક બળાત્કાર

રાજ્યમાં બળાત્કાર અને સામૂહિક બળાત્કારના કિસ્સાઓ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી રજૂ કરાઈ હતી જેમાં જણાવાયું હતું કે રાજ્યમાં બે વર્ષમાં ૩૭૯૬ બળાત્કાર અને 61 સામુહિક બળાત્કારના બનાવો નોંધાયા છે. સરકારે માહિતી રજૂ કરી હતી કે બળાત્કાર અને સામુહિક બળાત્કારના 203 આરોપીઓને પકડવાના બાકી છે. સરકરે રજૂ કરેલી માહિતી પ્રમાણે રાજ્યમાં દૈનિક 5 કરતાં વધુ બળાત્કારના કિસ્સાઓ નોંધાય છે.

લાંચ રુશ્વતના 372 કેસોમાં 71 આરોપીઓને પકડવાના બાકી

રાજ્યમાં લાંચ રુશ્વતના ગુનાઓ વિશે સરકારે માહિતી રજૂ કરી હતી કે એ.સી.બી. દ્વારા વર્ષ 2020 અને 2021માં વર્ગ-1ના 14, વર્ગ-2ના 60, વર્ગ-3ના 253, વર્ગ-4ના 9 અને 141 વચેટીયાઓ વિરૂધ્‍ધ ગુનાઓ નોંધવામાં આવ્‍યા છે. જેમાં 372 કેસોમાં 71 આરોપીઓને પકડવાના બાકી છે.

આ પણ વાંચોઃ પાંચ રાજ્યોના પરિણામની અસર વિધાનસભા ગૃહમા જોવા મળી, ભાજપના ધારાસભ્યોએ કહ્યું, કોંગ્રેસના સુપડાં સાફ

આ પણ વાંચોઃ પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામોઃ તમામ રાજ્યોમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જતાં ગુજરાતમાં ઠેર ઠેર ઉજવણી શરૂ

Next Article