Gandhinagar : 2024 લોકસભા ચૂંટણી પહેલાં RSSની મહત્વની બેઠક બેઠક મળવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ ગુજરાતના ગાંધીનગરમાં આજે RSSની સમન્વય બેઠક સંઘ કાર્યાલય ખાતે મળશે. જેમાં તમામ ભગિની સંસ્થાના વડા આ બેઠકમાં હાજરી આપશે, આ સાથે બીજેપીના નેતાઓ પણ આ બેઠકમાં હાજરી આપવા જઈ રહ્યા છે. 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે. જો કે તે પહેલા ગુજરાતમાં RSSની આજે મહત્વની મળવા જઈ રહી છે.
આજે ગાંધીનગર RSS કાર્યાલય ખાતે મળતી બેઠકમાં અગાઉ એક વર્ષ દરમ્યાન થયેલ કામગીરી પર ચર્ચા કરવામાં આવશે તેમજ આગામી વર્ષમાં થનાર કાર્યોની યોજના પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સાથે આગામી એક વર્ષમાં હાથ ધરનાર લક્ષ્યાંકને લઈને પણ ચર્ચા થશે. આ સાથે સામાજિક અને રાજકીય મુદ્દા પર મંથન કરવામાં આવશે અને સમાજના પડકારો સામે કયા પગલા લેવા સહિતના મુદ્દાઓ પર આજે આ બેઠકમાં વિચારણા થશે.
દેશભરમાં 2024ની લોકસભા ચૂંટણીને લઈને અનેક રાજ્યોમાં તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય કોઈ પણ પાર્ટી 2024ની વિધાનસભાની ચૂંટણીમાં જીત પોતાના પક્ષ તરફ કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આ ચૂંટણી પહેલા અનેક જગ્યાએ મીટીંગનો દૌર પણ શરુ થઈ ગયો છે ત્યારે ગુજરાતમાં આગામી ચૂંટણી પહેલા RSSની મહત્વની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠક પ્રાંત સંઘ ચાલક ડૉ.ભરત પટેલની અધ્યક્ષતા યોજાશે. જેમાં ભાજપના નેતા તેમજ તમામ ભગિની સંસ્થાના વડા ઉપસ્થિત રહશે.
ગાંધીનગર RSS સંઘ કાર્યાલય ખાતે આજે બેઠક મળશે જેમાં અનેક મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે, આ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મળનારી મહત્વની બેઠકમા ચર્ચા કરવામાં આવશે. જો ગુજરાતમાં આ અગાઉ પણ ત્રિદિવસીય રાષ્ટ્રીય સમન્વય બેઠક યોજાઈ ચૂકી છે જેમાં સમાજ અને સમાજના પડકારો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જો કે આ 2024 લોકસભાની ચૂંટણી પહેલા મળવા જઈ રહેલ મહત્વની બેઠક માનવામાં આવે છે કારણ કે આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થવા જઈ રહી છે.
RSSની આ મહત્વની બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા વિચારણાને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. ત્યારે આગામી ચૂંટણીને લઈને યોજના પર પણ ચર્ચા કરાશે.