ગુજરાતમા પ્રિ મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે 9 જિલ્લાના 22 તાલુકામાં વરસ્યો વરસાદ

|

Jun 08, 2021 | 11:23 AM

ગુજરાતમાં ચોમાસુ નજીક છે ત્યારે રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટીવીટી ( Pre Monsoon Activity ) વધી ગઈ છે. પ્રિ મોન્સુન એક્ટીવીટીના ભાગરૂપે, ગુજરાતના 9 જિલ્લાના 22 તાલુકામાં, ગઈકાલ સવારના છ વાગ્યા થી આજ સવારના છ વાગ્યા સુધીમાં વરસાદ ( rain ) નોંધાયો છે.

ગુજરાતમાં ચોમાસુ નજીક છે ત્યારે રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટીવીટી ( Pre Monsoon Activity ) વધી ગઈ છે. પ્રિ મોન્સુન એક્ટીવીટીના ભાગરૂપે, ગુજરાતના 9 જિલ્લાના 22 તાલુકામાં, ગઈકાલ સવારના છ વાગ્યા થી આજ સવારના છ વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના જેસરમાં 39 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આજે 8 જૂનને મંગળવારના રોજ સુરત શહેરમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં હજુ તો ચોમાસુ વિધીવત્ત રીતે બેઠુ પણ નથી ત્યા જ પ્રિ મોન્સુન એક્ટીવીટીના ભાગરૂપે, રાજ્યનો વરસાદ 12.32 મિલીમીટર એટલે કે અડધો ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યના 251 પૈકી 84 તાલુકામાં જ વરસાદ નથી વરસ્યો બાકીના તમામે તમામ તાલુકામાં ચોમાસા પૂર્વેનો વરસાદ વરસી ચૂકયો છે. જેમાં 154 તાલુકામાં એક મિલીમીટરથી લઈને 50 મીલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે. તો 13 તાલુકામાં 2થી પાંચ ઈચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે.

દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 11થી 13 જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગમાં નૈઋત્યનુ ચોમાસુ બેસી જશે. બંગાળની ખાડીમા સર્જાયેલ લો પ્રેશરને પગલે, અરબી સમુદ્ર પરથી ફુકાનારા ભેજયુક્ત પવનસ ગુજરાતના કેટલાક ભાગમાં ચોમાસાનો પ્રારંભ કરાવી દેશે.

 

Next Video