શિક્ષણ મુદ્દે ફરી રાજકારણ ગરમાયું, દિલ્હીનું શિક્ષણ તપાસના ભાજપે 17 સભ્યો મોકલ્યા, ‘આપ’ પણ ગુજરાતમાં 5 સભ્યો મોકલશે

|

Jun 28, 2022 | 1:06 PM

કેજરીવાલના દિલ્હી મોડલ શ્રેષ્ઠના દાવા વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપની ટીમ દિલ્હી પહોંચી છે. પ્રદેશ ભાજપની ટીમમાં શિક્ષણવિદ્, રાજકીય વિશ્લેષક સહિત 17 સભ્યો દિલ્હી પહોંચ્યાં છે જ્યાં તેઓ દિલ્હીની સ્કૂલ અને મોહલ્લા ક્લિનીકની સ્થિતિ ચકાસશે.

ગુજરાત (Gujarat) અને દિલ્હી (Delhi)  વચ્ચે શિક્ષણ મુદ્દે ફરી રાજકારણ ગરમયાયું છે. કોનું શિક્ષણ મોડલ શ્રેષ્ઠ તેને લઈને એક તરફ ગુજરાતની ભાજપ સરકાર અને બીજી તરફ દિલ્હીની કેજરીવાલ સરકાર વચ્ચે જંગ જામ્યો છે. કેજરીવાલના દિલ્હી મોડલ શ્રેષ્ઠના દાવા વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપની ટીમ દિલ્હી પહોંચી છે. પ્રદેશ ભાજપની ટીમમાં શિક્ષણવિદ્, રાજકીય વિશ્લેષક સહિત 17 સભ્યો દિલ્હી પહોંચ્યાં છે જ્યાં તેઓ દિલ્હીની સ્કૂલ અને મોહલ્લા ક્લિનીકની સ્થિતિ ચકાસશે. ભાજપનું કહેવું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિલ્હી મોડલની ખોટી વાતો ફેલાવે છે અને તેનો પર્દાફાશ કરવા જ ભાજપની ટીમ દિલ્હી પહોંચી છે.

બીજી તરફ દિલ્હીના શિક્ષણપ્રધાન મનિષ સિસોદિયા ટ્વિટ કરીને પોતાની ટીમ ગુજરાત મોકલવાની વાત કહી છે. સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે ભાજપની ટીમનો સ્વાગત કરવા 5 ધારાસભ્યોની ટીમ બનાવી જે ભાજપના સભ્યોનું સ્વાગત કરશે અને તેમને દિલ્હીની સ્કૂલ અને મહોલ્લા ક્લિનિક દેખાડશે. મનિષ સિસોદિયાના આ ટ્વિટ સુધી બધુ જ બરોબર હતું પણ તે પછીના ટ્વિટમાં તેમણે લખ્યું કે આ જ પાંચ ધારાસભ્યોની ટીમ ગુજરાતનો પ્રવાસ પણ કરશે અને ગુજરાતની સ્કૂલ અને હોસ્પિટલની સ્થિતિ ચકાસશે. ટ્વિટમાં તેમણે એમ પણ જણાવ્યું કે દિલ્હી સરકાર બીજા રાજ્યોના મહેમાનોનું હંમેશા સ્વાગત કરે છે. એક અઠવાડીયા પછી દિલ્હીના 5 ધારાસભ્યો ગુજરાતની મુલાકાત કરશે. ગુજરાતની સ્કુલ અને હોસ્પિટલની મુલાકાત કરશે. ગુજરાત સરકાર તેમનું સ્વાગત કરી જે સ્કુલ અને હોસ્પિટલ કહે તે બતાવે. સિસોદિયાના આ ટ્વિટથી ફરી એક વાર શિક્ષણ મોડલને લઈને રાજકારણ ગરમાયું છે.

Next Video