ગાંધીનગરમાં મળી આવેલા બાળકને મૂકી જનારા વ્યક્તિની ઓળખ થઇ

|

Oct 09, 2021 | 7:15 PM

પોલીસે કાર કબજે કરી છે જેમાં આ બાળકને પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે તરછોડવામાં આવ્યું હતું.

GANDHINAGAR : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસેથી મળી આવેલા બાળકના માતા પિતાને શોધી કાઢવામાં પોલીસને મોટી સફળતા મળી છે. મળતી માહિતી મૂજબ આ બાળક સેક્ટર 26માં રહેતા વ્યક્તિએ પેથાપુરમાં આ બાળકને છોડ્યું હતું. પોલીસે કાર કબજે કરી છે જેમાં આ બાળકને પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે તરછોડવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં પેથાપુરથી મળી આવેલા બાળકના માતાપિતાને શોધવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એ સફેદ કારના આધારે બાળકના માતાપિતાને શોધી કાઢ્યા છે.

વોર્ડ નંબર બેનાં કોર્પોરેટર દિપ્તીબેન પટેલ આ બાળકની સંભાળ રાખી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ બાળક પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસેથી મળીઆવ્યું હતું. આ બાળક મળી આવ્યું હોવાના સમાચાર મળતા તેઓ ત્યાં પહોંચ્યા અને પોલીસને જાણ કરી. જે બાદ તેની તબિયત સારી છે કે નહીં તે અંગેના રિપોર્ટ માટે બાળકને સિવિલમાં લઇ આવવામાં આવ્યું છે. તેના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. રાતે બાળકને દૂધ પીવડાવ્યું અને તે સૂઇ ગયું હતું.

ઉલ્લેખનીય છે ગાંધીનગરમાંથી અજાણ્યું બાળક મળી આવવાના મામલે બાળકના માતા પિતાને શોધવા માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન મેદાને આવ્યું હતું. એ.એમ.એ.ના જોઈન્ટ સેક્રેટરી ડૉ.સાહિલ શાહે મોટું નિવેદન આપ્યું હતું. એ.એમ.એ. દ્વારા રાજ્યભરના તબીબોને બાળકની ભાળ મેળવવા મુદ્દે સચેત કરવામાં આવ્યા હોવાનું ડૉ.સાહિલ શાહે જણાવ્યું હતું.ગાંધીનગરમાંથી મળી આવેલા બાળકને કોઈપણ ડોકટર દ્વારા તપાસ કરવામાં આવી હોય તો તાત્કાલિક જાણ કરવા માટે જણાવવામાં આવ્યું હોવાનું પણ ડૉ.સાહિલ શાહે ઉમેર્યું હતું.

આ પણ વાંચો : દબાણ અને ગેરકાયદે બાંધકામ સામે AMCની મેગા ડ્રાઈવ, ત્રણ મહિનામાં 1100 કરોડના 28 પ્લોટમાં થયેલા દબાણો દૂર કર્યા

આ પણ વાંચો : બાળકોની ઓનલાઈન ગેમ માવતરને પડશે મોંઘી, OTP વગર પણ ખાતામાંથી પૈસા ઉપડી જશે

 

Published On - 6:49 pm, Sat, 9 October 21

Next Video