ગુજરાતમાં BU વિના પણ મળી શકશે ફાયર સેફ્ટીનુ NOC, 9 મીટર ઉચી ઈમારતમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાને ફાયર NOCની જરૂર નહી

|

Jun 06, 2021 | 12:10 PM

New fire safety rules in Gujarat : જો કોઈ ઈમારતમાં ફાયર સેફ્ટીની એનઓસી માટેની તમામ પ્રક્રિયા પૂરી કરેલ હોય પરંતુ અન્ય કારણોસર બિલ્ડીગ યુઝ (BU) પરમીશન મળતી ના હોય તો, તેવી ઈમારતોને બીયુ પરમીશન વિના પણ ફાયર સેફ્ટીનું એનઓસી (NOC) આપી શકાશે. ટુંકમાં બીયુના અભાવે ફાયર સેફ્ટી એનઓસી નથી મળતુ એ વાત હવે ભૂતકાળ બની જશે.

New fire safety rules in Gujarat : ગુજરાતમાં ફાયર સેફ્ટીના નવા નિયમો રાજ્ય સરકારે જાહેર કર્યા છે. ફાયર સેફિટના નવા નિયમ મુજબ હવેથી 9 મીટર સુધીની ઉંચી ઈમારતોમાં જો શૈક્ષણિક સંસ્થાઓ હશે તેણે કોઈ જ ફાયર સેફ્ટિની એનઓસી ( NOC) લેવાની જરૂર નથી. પરંતુ ફાયર સેફ્ટીના આવશ્યક સાધનો રાખવા પડશે.

આ ઉપરાંત રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, જો કોઈ ઈમારતમાં ફાયર સેફ્ટીની એનઓસી માટેની તમામ પ્રક્રિયા પૂરી કરેલ હોય પરંતુ અન્ય કારણોસર બિલ્ડીગ યુઝ (BU) પરમીશન મળતી ના હોય તો, તેવી ઈમારતોને બીયુ પરમીશન વિના પણ ફાયર સેફ્ટીનું એનઓસી (NOC) આપી શકાશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતમાં, ફાયર સેફટી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. સમિક્ષા બેઠક બાદ, નવા નિયમોની જાહેરાત કરતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતુ કે, ગુજરાતમા ભોયરુ ના ધરાવતી 9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતી ઈમારતમાં શૈક્ષણિક સંસ્થા ચાલતી હશે તો, હવેથી તેણે ફાયર એનઓસી લેવાનું રહેશે નહિ.

પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓએ, નીતિ નિયમાનુસારની ફાયર સેફ્ટીના સાધનો રાખીને, સેલ્ફ એટેસ્ટેડ એટલે કે સ્વપ્રમાણિત રીતે ફાયર એનઓસી મેળવી શકશે. જો કે આ પ્રકારના સ્વપ્રમાણિત ફાયર એનઓસીની જાણ સંબંધિત નગર, શહેર કે જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીને કરવી પડશે.

ગુજરાતના નગરપાલિકા વિસ્તારોમાં ફાયર એનઓસી આપવાની સત્તા અને અધિકારો અગ્નિશમન નિયામકના બદલે હવેથી, જે તે નગરપાલિકાના ફાયર ઓફિસરોને અપાશે. જેના કારણે નગરોમાં ફાયર એનઓસી ઝડપથી આપી શકાશે.

સાથોસાથ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટિઝ કચેરી મુજબ, અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ છ ફાયર ક્ષેત્ર સહીત કુલ 14 ફાયર ક્ષેત્ર કાર્યરત થશે. નવા ફાયર ક્ષેત્રના અધિકારીઓએ જે તે મહાનગરપાલિકાના કમિશનરના તાબા હેઠળ કામગીરી કરવી પડશે. જેના કારણે ફાયર એનઓસી ઝડપથી મળી શકશે.

Next Video