Mucormycosis case in gujarat : કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસનો કેર યથાવત, 3 હજારથી વધુ કેસ નોંધાયા

|

May 28, 2021 | 11:36 AM

Mucormycosis case in gujarat : રાજ્યમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis)ભરડો લીધો છે. રાજ્યમાં કોરોના મહામારી બાદ હવે બ્લેક ફંગસનો ફંદો ચિંતાનું કારણ બન્યું છે. ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના 3 હજારથી વધુ કેસ નોંધાયા છે.

Mucormycosis case in gujarat : રાજ્યમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis)ભરડો લીધો છે. રાજ્યમાં કોરોના મહામારી બાદ હવે બ્લેક ફંગસનો ફંદો ચિંતાનું કારણ બન્યું છે. ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના 3 હજારથી વધુ કેસ નોંધાયા છે.

રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના કુલ 3 હજાર 111 દર્દીઓ છે. જેમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 450 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસે પણ કેર વર્તાવાનું શરૂ કર્યું છે. સિવિલમાં વ્હાઈટ ફંગસના 30 દર્દી દાખલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં 40 કેસ નોંધાયા છે.

કેન્દ્ર સરકારે ગુરૂવારે મ્યૂકોરના 3 હજાર 111 દર્દીઓ માટે વધુ 17 હજાર 330 ઈન્જેક્શન ફાળવ્યા છે. અગાઉ શનિવારે 5 હજાર 800 અને મંગળવારે 4 હજાર 640 મળીને અત્યાર સુધીના છ દિવસમાં ભારત સરકારે ગુજરાતને 27 હજાર 700 જેટલા લાયપોસોમલ એમ્ફોટેરિસિન- બી ઈન્જેક્શન ફાળવ્યા છે.

મ્યૂકરમાઈકોસિસને મહામારી જાહેર કર્યાના એક જ સપ્તાહમાં એમ્ફોટેરિસિન- બી ઈન્જેક્શનનું ઉત્પાદન વધી રહ્યું છે. ગુરૂવારે ભારત સરકારને માઈલાન ફાર્માના 80 હજાર વાયલનો જથ્થો પ્રાપ્ત થયો છે.

કોરોના પછી જ્યાં મ્યુકોરના કેસ વધી રહ્યા છે તેવા 25 રાજ્યો અને એઈમ્સ સહિતની સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ વચ્ચે વહેંચણીનો ક્વોટા ફિક્સ કર્યો હતો. જેમાં ગુજરાતને 21.66 ટકા હિસ્સો મળ્યો છે. છ દિવસ અગાઉ ગુજરાતમાં સત્તાવારપણે 2 હજાર 281 દર્દીઓ સારવાર હેઠળ હતા. ગુરૂવારે તેમાં 830નો વધારો થયાનું કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે

સરકારે મ્યૂકરમાઈકોસિસ બચવાના પાંચ ઉપાયો જાહેર કર્યા છે. સરકારે જાહેર કરેલા ઉપાયોની વાત કરીએ તો, કોરોના થયો હોય કે ન થયો હોય લોકોએ સુગર લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો.

કોરોનાની સારવાર દરમિયાન છઠ્ઠા દિવસ પછી જરૂર જણાય તો જ સ્ટિરોઈડનો ઉપયોગ કરવો. સ્ટિરોઈડનો ઉપયોગ પણ ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ કરવો. કોરોનાનો દર્દી ઓક્સિજન ઉપર હોય તો તેના માસ્કમાં પાણીના ટીપા બાઝે તો તેને સાફ કરવા અને અન્ય પાણીનો ઝડપથી નિકાલ કરવો.

કોરોનાના દર્દીઓએ શરીરની યોગ્ય સાફ સફાઈ જાતે થાય તો કરવી અથવા વોર્ડ બોય દ્વારા સફાઈ કરાવવી. મોઢામાં ક્યાંય પણ અલ્સર થાય કે ચાંદી પડે ત્યારે સામાન્ય સારવાર દ્વારા તેનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ. આ બિમારીને ઝાયગોમાઈકોસિસના નામે પણ ઓળખાય છે.

મ્યુકોરમાઇકોસિસ બાદ હવે ગેંગરીનના કેસ વધ્યા છે. આ બીમારીમાં દર્દી પોતાના શરીરનાં અંગ પણ ગુમાવે છે. લાંબા સમય સુધી દર્દીમાં લોહી ગંઠાવાની સમસ્યા રહે તો ગેંગરીન થવાની શક્યતા રહેલી છે. ગેંગરીનની અસર શરીરના જે અંગ પર થાય છે એના રંગમાં ફેરફાર થવા લાગે છે. હાલમાં કોરોના દર્દીઓમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યા વધતાં અને લોહીનું નસોમાં પરિભ્રમણ બંધ થતાં ગેંગરીનના કેસો વધી રહ્યા છે, સાથે જ જો સમયસર ગેંગરીનનો ઈલાજ ના થાય તો દર્દીના શરીરના અંગ કાપવાની ફરજ પડે એવા પ્રકારની તકલીફ ઉભી થઇ છે.

Published On - 11:21 am, Fri, 28 May 21

Next Video