GANDHINAGAR : ગુજરાતમાં જ્યારથી નવી સરકાર બની અને હર્ષ સંઘવી ગૃહ રાજ્યપ્રધાન બન્યા ત્યારથી જ ડ્રગ્સનો કાળો કારોબાર કરતા લોકોની કમર જ તોડી નાખી છે.છેલ્લા 5 મહિનામાં રાજ્યમાં 25,000 કરોડથી વધુનું ડ્રગ્સ પોલીસે એજન્સીઓ સાથે મળીને ઝડપી પાડ્યો છે.ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું કહેવું છે કે, રાજ્યમાં ડ્રગ્સના કારોબારનો સંપૂર્ણ નાશ થયો નથી.હજી ડ્રગ્સ સામેનું આ ઓપરેશન ચાલુ જ રહેશે.એટલું જ નહિં આ ઓપરેશન વધુ તેજ કરવામાં આવશે. હર્ષ સંઘવીએ રાજ્યના માતા-પિતાને પણ અપીલ કરી છે કે, જો તમારો દીકરો કે દીકરી ડ્રગ્સના રવાડે ચઢે તો પોલીસનો સંપર્ક જરૂર કરે.એટલું જ નહિં આસપાસ કોઇપણ પ્રકારનું ડ્રગ્સ વેચાતું જણાય તો પણ તંત્રને જાણ કરવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અપીલ કરી છે.
તો ડ્રગ્સના ગુજરાત કનેક્શન અંગે નવાબ મલિકે કરેલી ટીપ્પણીનો પણ હર્ષ સંઘવીએ આકરા શબ્દોમાં વળતા પ્રહાર કર્યા…તેમણે કહ્યુ કે નવાબ મલિકે કોણ છે? જે ગુજરાતની બદનામી કરે? તેમણે વધુમાં ક્હ્યુ કે, જે નવાબ મલિકનો ઇતિહાસ જ ખરડાયેલો છે તે આ પ્રકારની વાહિયાત વાતો કરે તો તેને જવાબ પણ ન આપવો જોઇએ.એટલું જ નહિં તેમણે કહ્યુ કે, ગુજરાત પોલીસની આ સફળતાને કેવી રીતે ઉંધી દિશામાં લઇ જવાય તે ગેંગના સભ્ય છે નવાબ મલિક.
હર્ષ સંઘવી આટલે જ ન અટક્યા.. તેમણે દેવભૂમિદ્વારકામાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી શહઝાદનું નામ લઇને પણ મહારાષ્ટ્ર સરકાર પર પ્રહારો કર્યા…તેમણે કહ્યુ કે, શહેઝાદ મહારાષ્ટ્રમાં શાકભાજીની લારીની આડમાં ડ્રગ્સ વેચતો હતો.આવા આરોપીને મહારાષ્ટ્રની સરકારે પકડવાને બદલે ગુજરાત પોલીસે મોટા રેકેટમાં પકડ્યો.શહેઝાદનો ઇતિહાસ પણ ખરડાયેલો છે. હત્યા અને નકલી નોટો છાપવાના કેસમાં પણ કે જેલ જઇ ચુક્યો છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રીનો 3 મહાનગરોના વિકાસ કામો માટે મહત્વપૂર્ણ નિર્ણય, રાજકોટ-સુરત-ગાંધીનગર માટે કરોડો રૂપિયાની ફાળવણી
આ પણ વાંચો : સુરત : આવાસ યોજનાના લાભાર્થીઓને કોર્પોરેશને મકાનની સોંપણી ન કરાતા નારાજગી, આત્મવિલોપનની ચીમકી
Published On - 4:33 pm, Mon, 15 November 21