Hardik Patel Joins BJP Highlights: હાર્દિક પટેલ કોંગ્રેસ (Congress ) નો સાથ છોડ્યા બાદ આજે ભાજપ (BJP) માં જોડાઈ જશે. બપોરે બાર વાગ્યે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ અન્ય ભાજપ અગ્રણીઓની હાજરીમાં કમલમ ખાતે હાર્દિક પટેલ કેસરિયો ખેસ પહેલી લેશે. આજે કમલમ જતાં પહેલાં હાર્દિક પટેલ સવારે પોતાના ઘરે દુર્ગા પૂજા કરશે, ત્યાર બાદ છારોડી SGVP ખાતે ગૌદાન કરીને ભાજપના કાર્યાલય કમલમ જવા માટે રવાના થશે. અને ત્યાં ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં વીધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે. આજે હાર્દિક પટેલ ઉપરાંત કોંગ્રેસ છોડીને આવેલાં અને ગત વિધાનસભા ચૂંટણીમાં મણિનગરમાંથી કોંગ્રેસની ટિકિટ પરથી લડેલા શ્વાતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે, જોકે બંને અલગ અલગ સમયે ભગવો પહેરશે કેમ કે હાર્દિકે શરત મૂકી છે કે તે એકલો જ ભાજપમાં જોડાશે.
Hardik Patel Joins BJP Live Updates: ભાજપ નેતા તેજશ્રીબેન પટેલે હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા મુદ્દે કહ્યું કે હાર્દિક પટેલ પાટીદાર સમાજનો મોટો નેતા છે, હાર્દિક પટેલ માટે બધા કાર્યકરો કામ કરશે. સત્તામાં રહીને જ સેવા થઇ શકે તે જરૂરી નથી, સંગઠનમાં રહીને પણ સમાજની સેવા થઇ શકે છે. હાર્દિક પટેલને ભાજપે સ્વીકારી લીધો એટલે હવે પાટીદાર સમાજ પણ સ્વીકારી લેશે.
Hardik Patel Joins BJP Live Updates: પાટિદાર અનામત આંદોલનમાં હાર્દિક સાથે રહી ચૂકેલા અને પાછળથી ભાજપમાં જોડાઈ ગયેલા નેતા ચિરાગ પટેલે હાર્દિક પર લાગેલા રાજદ્રોહના કેસ મુદ્દે કહ્યું કે મારા પર પણ રાજદ્રોહનો કેસ છે. હું પણ મુદ્દત ભરૂ છું. મેં ક્યારેય રાજદ્રોહના કેસ અંગે રજૂઆત નથી કરી. સમાજ માટે લડતા લડતા રાજદ્રોહનો કેસ થયો તે ગર્વની વાત છે. પાટીદાર સમાજને અમે જ 10 ટકા અનામત અપાવી છે.
Hardik Patel Joins BJP Live Updates: હાર્દિકના ભાજપ પ્રવેશ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપના નેતાઓને સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ કરાવવો એ કેવી મજબૂરી છે. કાનના કીડા સરી પડે એવું બોલનારને ભાજપમાં કેમ લેવો પડ્યો, તમારે કેમ આવા લોકોને લેવા પડે છે. આ સાથ તેમણે હાર્દિકને જ્યાં જાવ ત્યાં ઠરીને રહેવાની હાર્દિકને સલાહ આપી હતી.
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલને જ્યારે પાટીદાર અનામત આંદોલન વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે હું 2017થી અનામત આંદોલન છોડી ચૂક્યો છું. હવે હું રાજકીય પક્ષ સાથે જોડાઈ ચૂક્યો છું. હવે અલ્પેશ કથિરિયા તેના કન્વીનર છે.
Hardik Patel To Join BJP Live: હું પહેલાં પણ દેશ ભક્ત હતો અને આજે પણ છું. રાષ્ટ્રદ્રોહનો કેસ હજુ સાબીત થયો નથી. હાર્દિક પટેલે કહ્યું કે મારી સામે રાષ્ટ્રદ્રોહનો કેસ છે તેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધેલી છે.
Hardik Patel To Join BJP Live: મને વિશ્વાસ છે કે રાજ્યના 6.5 કરોડ લોકોની સેવા કરવાનો મોકો મળશે તો હું ખુશીથી તે કરીશ, હું જ્યાં હતો ત્યાં જનહીતનું કામ થતું નહોતું તેથી અહીં આવ્યો છું. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતના વિશ્વગુરુ બનાવવા જે સહકાર આપી શકાય તે આપીશ.
Hardik Patel To Join BJP Live: અનામત આંદોલન દરમિયાન ગુજરાતમાં થયેલાં તોફાને અંગે હાર્દિકે કહ્યું કે હું જવાબદાર નથી. આ અસામાજિક તત્વોએ કર્યું હતું.
Hardik Patel To Join BJP Live: હાર્દિકે આનામત આંદોલનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવકોને યાદ કર્યા હતા અને તેમને ન્યાય અપાવવા માટે કાર્યકર રહેવા પ્રતિબદ્ધતા વ્યક્તિ કરી ગણતરીના મહિનાઓમાં આ કાર્ય પાર પાડવાની બંહેધર આપી.
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલે ભાજપમાં જોડાયા બાદ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હું અહીં રાષ્ટ્ર સેવા માટે આવ્યો છું અને મોટું મન રાખીને આ સેવા કાર્ય કરવાનું છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓ પણ મોટું મન રાખે.
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલે પોતાના પિતાને યાદ કરતાં કહ્યું હતું કે તેઓ પણ ભાજપના પ્રચારનું કામ કરતા હતા. આનંદીબહેન પટેલ જ્યારે માંડલમાંથી ચૂંટણી લડતા હતા ત્યારે તેમના પ્રચારમાં જોડાતા હતા.
Hardik Patel To Join BJP Live: હાર્દિકા ભાજપના વખાણ કર્યા હતા અને ભાજપ દ્વારા થઈ રહેલા દેશ સેવામાં કામમાં જોડાવા માટે અન્ય પક્ષના નેતાઓને પણ જોડાવાની અપીલ કરી હતી. આ સાથે કોંગ્રેસના રામમંદિર વિરોધી કાર્યો ગણાવ્યા હતા.
Hardik Patel To Join BJP Live: કમલમ ખાતે સીઆર પાટીલ અને નીતિન પટેલ સહિતના ભાજપના સંખ્યાબંધ નેતાઓની હાજરીમાં હાર્દિકે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ હાર્દિકે પોતાનું નિવેદન આપ્યું હતું જેમાં ભાજપના વખાણ કર્યાં હતાં.
#HardikPatel officially joins #BJP in presence of state BJP chief @CRPaatil, ex Dy CM @Nitinbhai_Patel #Gujarat #HardikPateljoinsBJP #HardikPatelbjp #TV9News @HardikPatel_ pic.twitter.com/YVuQUBipjT
— Tv9 Gujarati (@tv9gujarati) June 2, 2022
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલે ભાજપમાં જોડાઈ ગયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો હતો. આ પ્રસંગે નીતિન પટેલ પણ હાજર રહ્યા અને નીતિન પટેલે હાર્દિક પટેલને ભાજપની ટોપી પહેરાવી હતી.
Hardik Patel To Join BJP Live: નૌતમ સ્વામી સહિતના વિવિધ સંપ્રદાયના સંતોએ કમલમ ખાતે હાર્દિકનું સ્વાગત કર્યું હતું અને તેમા માળા પહેરાવી હતી. આ સમયે ભાજપના અન્ય મોટા નેતાઓ પણ ત્યાં હાજર હતા.
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલના આવકારવા માટે સીઆર પાટીલની સાથે નીતિન પટેલ પણ કમલમ ખાતે સ્ટેજ પર હાજર રહ્યા છે. તેની હાજરીમાં જ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે.
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલ રોડ શો કરીને ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પહોચ્યા છે, વાજતે ગાજતે ફુલોના વરસાદ સાથે કમલમ પહોંચ્યા છે અને થોડી વારમાં જ તેઓ સી.આર. પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે.
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલ ભાજપમાં જોડાવા માટે કમલમ જઈ રહ્યા છે અને આજે ભાજપમાં જોડાઈ જશે ત્યારે વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના મોટા ગજાના સંત ગણાતા નૌતમ સ્વામી કમલમ પહોંચ્યા છે. હાર્દિક પટેલના પિતાના પુણ્યતિથિના દિવસે નૌતમ સ્વામી તેમના ઘરે પહોંચ્યા હતા અને ત્યારે તેમણે હાર્દિકના ભાજપમાં જોડવા અંગે નિવેદન કરી ચૂક્યા છે.
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલના ભાજપ પ્રવેશને લઈને ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે હાર્દિક પટેલ જે હેતુથી ભાજપમાં જાય છે એમાં તેને સફળતા મળે. જોકે હાર્દિક પટેલ સાથે કોંગ્રેસના અનેક પાટીદાર ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે એ વાતને લલિત વસોયાએ વાહિયાત ગણાવી ગતી. તેમણે કહ્યું કે હાર્દિક પટેલના કહેવાથી કોંગ્રેસના કોઈ ધારાસભ્ય ભાજપમાં જોડાવાના હોય તો હાર્દિક પટેલે ધારાસભ્યના નામ જાહેર કરવા જોઈએ. હાર્દિક પટેલ વાહિયાત નિવેદન કરી અને પાટીદાર સમાજને ગેર માર્ગે દોરી રહ્યા હોવાનો વસોયાએ આક્ષેપ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે 2022ની વિધાન સભાની ચૂંટણીમાં હાર્દિકના જવાથી કોંગ્રેસને કોઈ નુક્સાન નહીં થાય.
Hardik Patel To Join BJP Live: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કમલમ ખાતે કોંગ્રેસના નેતા અને ગત વિધાનસભા ચૂંટણીમાં મણિનગર બેઠક પરથી ચૂંટણી લડી હતી તે શ્વેતાબેન બ્રહ્મભટ્ટનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરાયું હતું. સી.આર. પાટીલે તેમને ભગવો ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
LIVE: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની અધ્યક્ષતામાં કોંગ્રેસના નેતા શ્રી શ્વેતાબેન બ્રહ્મભટ્ટનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત સ્થળ: પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ https://t.co/S11R9Ex2CJ
— BJP Gujarat (@BJP4Gujarat) June 2, 2022
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલ ખુબ મોટી જનમેદની સાથે રોડશો સાથે કોબા સર્કલથી કમલમ તરફ જવા રવાના થયા છે. ઢોલ-નગારા અને સંગીત સાથે હાર્દિક પટેલ તેમના સમર્થકો સાથે ખુલ્લી જીપમાં કમલમ તરફ જવા રવાના થયા છે.
#HardikPatel‘s show in #Gandhinagar draws huge crowd . #Gujarat pic.twitter.com/cBrvkcNBXT
— Tv9 Gujarati (@tv9gujarati) June 2, 2022
Hardik Patel To Join BJP Live: SGVPથી હાર્દિક પટેલ રોડ શો કરીને સીધા કમલમ પહોંચશે. હાર્દિકને આવકારવા માટે રસ્તામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટ્યા છે.
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલ SGVP ગાય પુજન અને રામ-શ્યામ-ઘનશ્મામના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા કમલમ પહોંચશે અને ત્યાં ભાજપને ખેસ પહેરવાના છે. કમલમ જવા માટે SGVP ખાતે હાર્દિક માટે સજાવેલી ખુલ્લી જીપ તૈયાર રખાઈ જેમાં તે રોડ શો કરશે.
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલ પોતાના ઘરે દુર્ગા પુજન કર્યા બાદ અમદાવાદમાં છારોડી ખાતે આવેલા SGVP ગુરુકુળ પહોંચ્યા હતા અને ત્યાં ગૌપુજન કર્યું હતું. ગાય માતાને તિલક કરી તેમની આરતી ઉતારી હતી અને ગુરુકુળના સાધુ સંતો સાથે થોડો સમય પસાર કર્યો હતો.
Durga Path, Gau Pooja and blessings from SGVP for #HardikPatel ahead of entry into #BJP #Gujarat #TV9News pic.twitter.com/qGqcYZ1P0D
— Tv9 Gujarati (@tv9gujarati) June 2, 2022
Hardik Patel To Join BJP Live: પાટીદાર નેતા અને કોંગ્રસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. આ માટે હાર્દિક પટેલ મોટી સંખ્યામાં તેના સમર્થકો સાથે રેલી સ્વરૂપે કમલમ જશે. તે ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે કેસરીયો ધારણ કરશે.
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલે જણાવ્યું કે આગામી દસ દિવસ સુધી રાજ્યભરમાંથી લોકો ભાજપમાં જોડાશે. અત્યારે જિલ્લા સ્તરના નેતાઓ કે જે જનતાનું સારું કામ કરવા માગે છે તેમને ભાજપમાં જોડવાના પ્રયાસ કરાશે.
Hardik Patel To Join BJP Live: હાર્દિકે સુચક નિવેદન કર્યું કે સમયાંતરે અન્ય લોકો પણ રાજ્યભરમાંથી ભાજપમાં જોડાશે. આગામી દસ દિવસ સુધી લોકોને ભાજપમાં જોડવાનો પ્રયાસ કરીશું. જે લોકો ભાજપની વિચારધારાને સ્વાકારે છે તે લોકો ચોક્ક્સ ભાજપમાં જોડાશે. જોકે તેમણે કોઈનું નામ લીધું નથી. પણ તેમનું આ નિવેદન સુચક માનવામાં આવે છે.
Hardik Patel To Join BJP Live: હાર્દિકે જણાવ્યું કે રાજ્યની સુખાકારી અને જનતાની સમૃદ્ધી માટે દુર્ગાપુજા કરી હતી. રાજ્યની જનતાની સારી સેવા માટે ભગવો ખેસ ધારણ કરવા જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે સારું કામ કરો એટલે સારા લોકોનો સાથ મળે છે.
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલે ઘરે દુર્ગા પુજા બાદ હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે દરેક વ્યક્તિનો ઉદ્દેશ હોય છે કે રાષ્ટ્રની સેવા કરી શકાય. આ મુદ્દા સાથે નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો છું. મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં રામસેતુની ખિસકોલી બનીને સેવા આપીશું.
રામ સેતુની ખિસકોલી બનીને રાષ્ટ્ર સેવામાં સહયોગ આપવાનો પ્રયત્ન કરીશ: @HardikPatel_ #Gujarat #TV9News #HardikPatel pic.twitter.com/AFkNEzntAH
— Tv9 Gujarati (@tv9gujarati) June 2, 2022
Hardik Patel To Join BJP Live: ભાજપમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલે તેમના નિવાસ્થાને દુર્ગા પુજા કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. હાર્દિક પટેલે સજોડે વિધિમાં બેસીને દુર્ગા પુજા કરી હતી. બે પંડિતોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હાર્દિક પટેલને તેની પત્ની સાથે સજોડે પૂજા કરાવી હતી.
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલ એવા સમયે ભાજપમાં જોડાઈ રહ્યા છે જ્યારે ગુજરાતમાં ચૂંટણી નજીક છે. આવા સમયે હાર્દિક પટેલને ભાજપમાં સ્ટાર પ્રચારકની ભૂમિકા મળી શકે છે અથવા તો પાટીદાર મતે અંકે કરવા ભાજપ હાર્દિકને કોઈ ચોક્કસ બેઠક પરથી ચૂંટણીમાં ઉતારી શકે છે.
#HardikPatel performs prayers along with his wife ahead of joining #BJP #Ahmedabad #Gujarat pic.twitter.com/z4or5LSiIj
— Tv9 Gujarati (@tv9gujarati) June 2, 2022
Hardik Patel To Join BJP Live: હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા પર NCP નેતા રેશમા પટેલે પ્રતિક્રિયા આપી છે. રેશમા પટેલે કહ્યું, હાર્દિક પટેલનો આ નિર્ણય રાજકીય મોત સાબિત થશે…રેશમા પટેલે સ્પષ્ટ કહી દીધું હતું કે, હાર્દિકની આંખો પર અભિમાનનું ભૂત સવાર છે અને કૂવામાં પડવા જઈ રહ્યો છે, કીચડમાં પડશે પછી જ હાર્દિકને સમજાશે.
Hardik Patel To Join BJP Live: આજે હાર્દિક પટેલ ઉપરાંત કોંગ્રેસ છોડીને આવેલાં અને ગત વિધાનસભા ચૂંટણીમાં મણિનગરમાંથી કોંગ્રેસની ટિકિટ પરથી લડેલા શ્વાતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે, બંને અલગ અલગ સમયે ભગવો પહેરશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે અને હાર્દિક 12 વાગ્યે ભાજપમાં જોડાશે.
Hardik Patel To Join BJP Live: ભાજપમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલે ટ્વીટર પરનું પોતાનું પ્રોફાઈલ પિક્ચર બદલી નાખ્યું છે અને પોતે નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો હોવાની પોસ્ટ પણ મૂકી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજહિતની ભાવના સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. ભારતના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનકડો સિપાઈ બનીને કામ કરીશ.
राष्ट्रहित, प्रदेशहित, जनहित एवं समाज हित की भावनाओं के साथ आज से नए अध्याय का प्रारंभ करने जा रहा हूँ। भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी जी के नेतृत्व में चल रहे राष्ट्र सेवा के भगीरथ कार्य में छोटा सा सिपाही बनकर काम करूँगा।
— Hardik Patel (@HardikPatel_) June 2, 2022
Published On - 8:48 am, Thu, 2 June 22