ગુજરાત સરકારની મોટી જાહેરાત, હવે અયોધ્યા તીર્થયાત્રા માટે રાજ્યના આદિવાસીઓને રૂ.5,000ની આર્થિક સહાય મળશે

|

Oct 16, 2021 | 6:04 PM

આ યોજનાની જાહેરાત કરતા ગુજરાત સરકારના પ્રવાસન મંત્રીએ કહ્યું કે આદિવાસીઓ માતા શબરીના વંશજ છે. અને માતા શબરી ભગવાન રામના પરમ ભક્ત હતા.

ગુજરાત સરકારની મોટી જાહેરાત, હવે અયોધ્યા તીર્થયાત્રા માટે રાજ્યના આદિવાસીઓને રૂ.5,000ની આર્થિક સહાય મળશે
Gujarat government announces 5 thousand for tribals undertaking ayodhya pilgrimage

Follow us on

GANDHINAGAR : ગુજરાતથી અયોધ્યા તીર્થયાત્રા પર જતા આદિવાસીઓને સરકાર 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપશે. રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ ​​આ જાહેરાત કરી છે. એક સત્તાવાર જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર અયોધ્યામાં રામજન્મભૂમિની તીર્થયાત્રા કરનાર દરેક આદિવાસીને 5000 રૂપિયાની આર્થિક સહાય આપશે. પ્રવાસન મંત્રીએ કહ્યું કે આદિવાસી લોકો શબરી માતાના વંશજ છે. ભગવાન રામ તેમના 14 વર્ષના વનવાસ દરમિયાન શબરી માતાને મળ્યા હતા. હવે તેમના વંશજોને અયોધ્યા યાત્રા માટે આર્થિક સહાય આપવામાં આવશે.

ગુજરાતના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લામાં શુક્રવારે નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. તેઓ સુબીર ગામના શબરીધામમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે સરકાર અયોધ્યા તીર્થયાત્રા માટે આદિવાસીઓને 5 હજાર રૂપિયાની આર્થિક સહાય આપશે. તેમણે કહ્યું કે આ આર્થિક મદદ કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન અને શ્રાવણ યાત્રા માટે આપવામાં આવેલી રકમ સમાન છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

અયોધ્યા દર્શન માટે 5 હજાર રૂપિયા મળશે
દશેરાની ઉજવણી દરમિયાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ડાંગના સાપુતારાથી નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્રવાસન સર્કિટનું નિર્માણ શરૂ કર્યું છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ભગવાન શ્રીરામ સદીઓથી હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. ભક્તો પહેલા પણ દર્શન માટે અયોધ્યા જતા હતા. પરંતુ તે સમયે રામમંદિરનો મામલો કોર્ટમાં હતો અને ભગવાન રામ તંબુમાં બેઠા હતા. પરંતુ હવે તેમનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. અયોધ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. મંદિરનિર્માણનું કાર્ય પૂર્ણ થયા બાદ દેશ-વિદેશના ભક્તો ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચશે.

શ્રીરામના દર્શન માટે આદિવાસીઓની મદદ
ગુજરાત સરકારની આ જાહેરાતથી રાજ્યના આદિવાસીઓ માટે ભગવાન શ્રીરામના દર્શન કરવાનું સરળ બનશે. મુસાફરીનો ખર્ચ હવે ગુજરાત સરકાર ઉઠાવશે. સરકાર યાત્રા માટે દરેક આદિવાસીને 5 હજાર રૂપિયાની આર્થિક સહાય આપશે. આ સાથે તેઓ સરળતાથી દર્શન માટે જઈ શકશે. આ યોજનાની જાહેરાત કરતા ગુજરાતના પ્રવાસન મંત્રીએ કહ્યું કે આદિવાસીઓ માતા શબરીના વંશજ છે. અને માતા શબરી ભગવાન રામના પરમ ભક્ત હતા.

 

Next Article