GUJARAT : કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 3350 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 11 હજાર નજીક , ઓમિક્રોનના 50 નવા કેસ

|

Jan 05, 2022 | 10:09 PM

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 11 હજાર નજીક એટલે કે 10,994 પર પહોચ્યો છે.

GUJARAT : કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 3350  કેસ સાથે એક્ટીવ કેસ વધીને 11 હજાર નજીક , ઓમિક્રોનના 50 નવા કેસ
Gujarat Corona Update 5 January 2022

Follow us on

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. ગઈકાલે 4 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 2265 કેસો નોંધાયા હતા, તો આજે 5 જાન્યુઆરીએ 3350 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1637 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 11 હજાર નજીક એટલે કે 10,994 પર પહોચ્યો છે.

આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1637 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 630, વડોદરા શહેરમાં 150 કેસ, રાજકોટ શહેરમાં 141 અને આણંદમાં 114 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં અમરેલીમાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,126 થયો છે.

રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે આજે 11માં દિવસે 5 જાન્યુઆરીએ 3350 કેસ નોંધાયા છે. એટલે કે માત્ર 11 દિવસમાં 33 ગણા જેટલા કેસો વધ્યા છે. નવા કેસ વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 7881 હતા, જે આજે વધીને 10,994 થયા છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

રાજ્યમાં આજે ઓમિક્રોનના 50 નવા કેસ
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો સાથે આજે ઓમિક્રોન વેરીએન્ટના નવા 50 કેસો નોંધાયા છે. જેની વિગત આ મૂજબ છે :

 

રાજ્યમાં ઓમિક્રોનના કુલ 204 કેસ 

રાજ્યમાં આજે નોંધાયેલા ઓમિક્રોન વેરીએન્ટના નવા 50 કેસ સાથે આવા કેસની કુલ સંખ્યા 204 થઇ છે, જેમાંથી આજે 16 સહીત અત્યાર સુધીમાં 112 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરીએન્ટ સંક્રમિત એક પણ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી.

Published On - 7:33 pm, Wed, 5 January 22

Next Article