GUJARAT CORONA UPDATE : છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના કેસોનું સ્તર 14 થી 26 ની વચ્ચે રહ્યું છે. રાજ્યમાં ગઈકાલે 12 ઓક્ટોબરે કોરોનાના 22 નવા કેસ નોંધાયા હતા, જયારે આજે 13 ઓક્ટોબરે ફરી 20 થી વધુ એટલે કે 26 કેસ નોંધાયા છે. જો કે રાહતની વાત એ છે કે છેલ્લા 4 દિવસમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. જો કે રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ જે 150 આસપાસ રહેતા હતા એ વધીને 180ને પાર કરી ગયા છે.
કોરોનાના 26 નવા કેસ, 0 મૃત્યુ
રાજ્યમાં આજે 13 ઓક્ટોબરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 26 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,210 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,086 પર પહોચ્યો છે.
રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ 6-6 કેસ, જુનાગઢ જિલ્લામાં 5 કેસ, સુરત શહેરમાં 4, વડોદરા શહેરમાં 3 અને ખેડા તેમજ નવસારી જિલ્લામાં કોરોના વાયરસનો નવો એક-એક કેસ નોંધાયો છે.
20 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 186
રાજ્યમાં આજે 13 ઓક્ટોબરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 20 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,929 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 13 ઓક્ટોબરે એક્ટીવ કેસ 195 પર પહોચ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.
આજે 2.85 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 13 ઓક્ટોબરના રોજ 2,85,840 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18-45 ઉમરવર્ગના 79,149 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો અને 18-45 ઉમરવર્ગના 1,22,909 લોકોનું બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જયારે 45 થી વધુ ઉમરના 24,812 લોકોને પ્રથમ ડોઝ અને 55,988 લોકોને બીજો ડોઝ અપાયો છે.
આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6 કરોડ 59 લાખ 98 હજાર 048 ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.