GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો રાફડો ફાટ્યો છે. ગઈકાલે 25 ડિસેમ્બરે નવા કેસ બમણા થઇને 179 નોંધાયા હતા, તો આજે ફરી વાર 26 ડિસેમ્બરે નવા 177 કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ 1000 નજીક એટલે કે 948 થયા છે.
આજે 26 ડિસેમ્બરે રાજ્યમાં નવા 177 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 52 કેસ નોંધાયા છે. રાજકોટમાં શહેરમાં 24, સુરત શહેરમાં 20 નવા કેસ વડોદરા શહેરમાં 15, રાજકોટ જિલ્લામાં 12 નવા કેસ રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 8 લાખ 29 હજાર 359 થઇ છે, તેમજ મૃત્યુઆંક 10,113 થયો છે.
રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે ગઈકાલે સીધા બમણા જેટલા એટલે કે 179 કેસો નોંધાયા હતા, તો આજે 177 કેસ નોંધાયા છે. નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 837 હતા, જે આજે વધીને 948 થયા છે.
રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 66 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 298 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.
રાજ્યમાં ગઈકાલે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટના ત્રણ કેસો નોંધાયા હતા, જયારે આજે 26 ડિસેમ્બરે ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી.
Published On - 7:57 pm, Sun, 26 December 21