GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના કેસો સૂચક રીતે વધ્યા હતા અને 20 ની નીચે નવા કેસો નોંધાઈ રહ્યાં હતા, જયારે આજે 27 સપ્ટેમ્બરે ફરી 21 કેસો નોંધાયા છે, જો કે આમાં રાહતની વાત એ છે કે નવા કેસોના ઉતર ચઢાવ વચ્ચે એક્ટીવ કેસો ખાસ વધ્યા નથી, કારણ કે આજે નવા 21 કેસો આવવાની સાથે 30 કોરોનાના દર્દીઓ સાજા થયા છે અને એક્ટીવ કેસ 150 થી પણ ઓછા થયા છે.
કોરોનાના 21 નવા કેસ, 0 મૃત્યુ
રાજ્યમાં આજે 27 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 21 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે ભાવનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,872 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,082 પર સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 23 દિવસથી એક પણ મૃત્યુ થયું નથી.
રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 6 કેસ, વલસાડ જિલ્લામાં 5 કેસ, સુરત શહેર અને વડોદરા શહેરમાં 3-3 અને ભાવનગર તેમજ ગાંધીનગર, કચ્છ અને નવસારી જિલ્લામાં કોરોના વાયસરનો 1-1નવો કેસ નોંધાયો છે.
30 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 142
રાજ્યમાં આજે 27 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 30 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,648 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 27 સપ્ટેમ્બરે એક્ટીવ કેસ 142 જ રહ્યાં છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.
આજે 4.96 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 27 સપ્ટેમ્બરના રોજ 4,96,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરોમાં થયેલા રસીકરણના આંકડાઓ જોઈએ તો અમદાવાદમાં 85,384, સુરતમાં 73,519, વડોદરામાં 8,276, રાજકોટમાં 7501, ભાવનગરમાં 3561, ગાંધીનગરમાં 3590, જામનગરમાં 3363 અને જુનાગઢમાં 1327 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : GANDHINAGAR : જેઠા આહીર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા, વિધાનસભાનું ઉપાધ્યક્ષનું પદ પણ ભાજપ પાસે
આ પણ વાંચો : સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયા