GUJARAT : કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 1069 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 3927 થયા, ઓમિક્રોનના નવા 23 કેસ

|

Jan 01, 2022 | 7:54 PM

Gujarat Corona Update : આજે રાજ્યમાં સૌથી વધુ 559 એટલે કે નવા કેસના 55 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે.

GUJARAT : કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 1069 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 3927 થયા, ઓમિક્રોનના નવા 23 કેસ
Gujarat Corona Update 1 January 2022, new 1069 cases reported in gujarat

Follow us on

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. ગઈકાલે 31 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 654 કેસો નોંધાયા હતા, તો આજે 1 જાન્યુઆરીએ 1069 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 559 એટલે કે નવા કેસના 55 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 3927 પર પહોચ્યો છે.

આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 559 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 156, વડોદરા શહેરમાં 61 કેસ, રાજકોટ શહેરમાં 41 અને આણંદમાં 39 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં નવસારીમાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,119 થયો છે.

રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે આજે સાતમાં દિવસે 1 જાન્યુઆરીએ 1069 કેસ નોંધાયા છે. એટલે કે માત્ર 6 દિવસમાં 10 ગણા કેસો વધ્યા છે. નવા કેસ વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 2962 હતા, જે આજે વધીને 3927 થયા છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 103 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 755 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં આજે ઓમિક્રોનના 23 નવા કેસ
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો સાથે આજે ઓમિક્રોન વેરીએન્ટના નવા 23 કેસો નોંધાયા છે. જેની વિગત આ મૂજબ છે :

1) અમદાવાદ શહેરમાં 6 પુરુષ અને 5 સ્ત્રી એમ 11 ઓમિક્રોન કેસ નોંધાયા, જેમાંથી 6 દર્દી વિદેશથી આવેલા છે, જયારે 5 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

2) સુરત શહેરમાં 2 પુરુષ અને 2 સ્ત્રી એમ 4 ઓમિક્રોન કેસ નોંધાયા છે, જેમાંથી 3 દર્દીઓ વિદેશથી આવ્યાં છે જયારે 1 કેસની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

3) આણંદમાં 2 સ્ત્રી ઓમિક્રોન સંક્રમિત થઇ છે, જેમાંથી એક સ્ત્રી વિદેશથી આવેલી, જયારે અન્ય એકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

4) વડોદરા શહેરમાં 2 કેસ નોંધાયા છે, આ બંનેની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

5) કચ્છમાં 2 સ્ત્રી ઓમિક્રોન સંક્રમિત થઇ છે, જેમાંથી એક સ્ત્રી વિદેશથી આવેલી, જયારે અન્ય એકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

6) ખેડા જિલ્લામાં 1 પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે, જેની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

7) રાજકોટમાં વિદેશથી આવેલ એક પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયો છે.

રાજ્યમાં આજે નોંધાયેલા નવા 23 કેસો સાથે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 136 થઇ છે, જેમાંથી અત્યાર સુધીમાં 65 દર્દીઓ રીકવર થયા છે.

 

Published On - 7:33 pm, Sat, 1 January 22

Next Article