Gujarat New Cabinet : જાણો નવા પ્રધાનમંડળમાં ક્યાં પ્રધાનને કયું ખાતું મળવાની સંભવાના છે ?

|

Sep 16, 2021 | 5:07 PM

આજે પ્રધાનમંડળના શપથગ્રહણમાં 10 કેબીનેટ પ્રધાન અને 5 રાજ્યકક્ષા અને 9 સ્વતંત્ર હવાલાના પ્રધાનોએ શપથ લીધા.

GANDHINAGAR : ગાંધીનગરમાં આજે રાજ્યના નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ યોજાયો. રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પ્રધાનમંડળના શપથગ્રહણમાં 10 કેબીનેટ પ્રધાન અને 5 રાજ્યકક્ષા અને 9 સ્વતંત્ર હવાલાના પ્રધાનોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.

10 ધારાસભ્યોએ કેબીનેટ પ્રધાનના શપથ લીધા
આજે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજેનદ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રુષિકેશ પટેલ, પૂ્ર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રણા, નરેશ પટેલ, પ્રદીપ પરમારઅને અર્જુનસિંહ ચૌહાણે કેબીનેટ પ્રધાન તરીકેના શપથ લીધા છે.

14 ધારાસભ્યો રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર હવાલાના મંત્રી બન્યા
આજે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં 10 કેબીનેટ પ્રધાનો ઉપરાંત હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડીંડોર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવજી મકવાણા, વિનોદ મોરડીયા અને દેવાભાઈ માલમ આ 14 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા.

કોને મળી શકે છે કયું ખાતું ?
નાવા પ્રધાનમંડળના શપથગ્રહણ બાદ હવે સૌ કોઈની નજર એના પર છે કે આમાંથી ક્યાં પ્રધાનને કયું ખાતું મળશે. સૂત્રો પાસેથી નવા પ્રધાનમંડળમાં કેટલાક ખાતાની વહેંચણી થઇ ગઈ હોવાના સામાચાર મળ્યા છે, આ યાદી અપૂર્ણ છે, પણ ઘણી સૂચક છે.

ક્યાં મંત્રી ને મળી શકે છે કયુ ખાતું?

રાજેન્દ્ર ત્રિવેદી :- નાણાં વિભાગ

જીતુ વાઘણી :- મહેસૂલ વિભાગ

ઋષિ પટેલ :-માર્ગ મકાન વિભાગ

પુર્ણેશ મોદી :- ઉર્જા વિભાગ

કનું દેસાઈ :- આરોગ્ય

રાઘવજી પટેલ :- કૃષિ વિભાગ

કિરીટ સિંહ રાણા :- શિક્ષણ

હર્ષ સંઘવી :- ગૃહ વિભાગ

પ્રદીપ પરમાર :- સામાજિક ન્યાય અધિકારીતા

અર્જુન સિંહ ચૌહાણ :- અન્ન નાગરિક

નરેશ પટેલ :- આદિજાતિ વિકાસ

Next Video