Gujarat Assembly Session Highlights: વિધાનસભામાં અંદાજપત્ર પર ચર્ચા શરૂ, કોગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોને અપાતી વીજળી મુદ્દે સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા

|

Mar 15, 2022 | 6:39 PM

Gujarat Assembly 2022 Session Highlights: ગઈ કાલે ભીલોડાના ધારાસભ્ય અનિલ જોશિયારાના નિધન બાદ વિધાનસભાની કાર્યવાહી મોકુફ રાખવામાં આવી હતી, જે આજે આગળ વધારવામાં આવી હતી અને તેમાં પ્રશ્નોત્તરી સાથે ગૃહનું  કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

Gujarat Assembly Session Highlights: વિધાનસભામાં અંદાજપત્ર પર ચર્ચા શરૂ, કોગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોને અપાતી વીજળી મુદ્દે સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા
Gujarat Assembly Session

Follow us on

Gujarat Assembly 2022 Session Highlights: ગઈ કાલે ભીલોડાના ધારાસભ્ય અનિલ જોશિયારાના નિધન બાદ વિધાનસભાની કાર્યવાહી મોકુફ રાખવામાં આવી હતી, જે આજે આગળ વધારવામાં આવી હતી અને તેમાં પ્રશ્નોત્તરી સાથે ગૃહનું  કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Mar 2022 05:40 PM (IST)

    Gujarat Assembly Session Live: ગૃહમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો આક્ષેપ સરકાર બજેટ ફાળવે છે પણ અધિકારીઓ બજેટ અવળા રસ્તે ચઢાવે છે

    Gujarat Assembly Session Live: ગૃહમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો આક્ષેપ સરકાર બજેટ ફાળવે છે પણ અધિકારીઓ બજેટ અવળા રસ્તે ચઢાવે છે. તેમણે કહ્યું કે વુડામાં પ્લોટની હરાજી થાય છે અને જે વ્યક્તિએ પ્લોટ લીધો હોય તેના બીજા ભળતા નામના વ્યક્તિના નામે પ્લોટ કરી દેવાય છે. વુડા અને સુડામા પણ તપાસ થાય તો ભ્રષ્ટાચાર બહાર આવશે. તેમણે એમ પણ કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ ખરાબ હોવાના મીડિયામાં અહેવાલ મળ્યા છે. તેણે આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

  • 15 Mar 2022 05:22 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્ય સરકારને કેન્દ્ર પાસેથી જીએસટી અમલવારી અંતર્ગત રૂ. 10 હજાર 719 કરોડ વળતર લેવાના બાકી

    Gujarat Assembly Session Live: કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પ્રશ્ન પર સરકારે જવાબ રજુ કર્યો હતો કે રાજ્ય સરકારને કેન્દ્ર પાસેથી જીએસટી અમલવારી અંતર્ગત રૂ. 10 હજાર 719 કરોડ વળતર લેવાના બાકી છે. કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યને અત્યારસુધી રૂ. 36 હજાર 278 કરોડની રકમ વળતર તરીકે મેળી છે.

  • 15 Mar 2022 05:19 PM (IST)

    Gujarat Assembly Session Live: બે વર્ષમાં એક પણ સરકારી મેડીકલ કોલેજને મંજૂરી આપી નથી પરંતુ 4 ખાનગી મેડીકલ કોલેજોને મંજુરી આપી

    Gujarat Assembly Session Live:

    કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામા આવેલા પ્રશ્ન પર સરકારે લેખીત જવાબ રજૂ કર્યો હતો. જે મુજબ બે વર્ષમાં એક પણ સરકારી મેડીકલ કોલેજની મંજૂરી આપી નથી, પરંતુ 4 ખાનગી મેડીકલ કોલેજોને મંજુરી આપી છે. રાજ્યમાં 6 સરકારી , ૨૪ ખાનગી અને ૧ ભારત સરકાર સંચાલિત એઈમ્સ મેડીકલ કોલેજ કાર્યરત છે.

    આ ઉપરાંત રાજ્યમાં આયુર્વેદ અધિકાર વર્ગ -૧ નું મંજૂર મહેકમ 30 છે તે પૈકી 3 જગ્યાઓ ભરાયેલ છે અને ૨૭ જગ્યાઓ ખાલી છે. આ તમામ જગ્યાઓ બે વર્ષ કરતાં વધુ સમયથી ખાલી છે.

    ડોક્ટરો અંગે સરકારે જણાવ્યું કે ગત બે વર્ષમાં ૧૭૭૯ ડોક્ટરોને નિમણુંક આપવામા આવી હતી પરંતુ રાજ્યમાં ૧૨૭૧ ડોક્ટરો ફરજ પર હાજર થયા નથી. હાજર ન થયેલા ડોક્ટરે પાસેથી ૩૮ કરોડ ૧૫ લાખ રૂપિયા બોન્ડ પેટે વસૂલાત બાકી છે.

  • 15 Mar 2022 05:12 PM (IST)

    Gujarat Assembly Session Live: ગુજરાતનું કૂલ જાહેર દેવું 3 લાખ 963 કરોડ, બે વર્ષમાં માત્ર વ્યાજ પેટે રૂ. 42 હજાર કરોડ ચૂકવ્યા

    Gujarat Assembly Session Live: કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો હતો કે ગુજરાતનું કૂલ જાહેર દેવું 3 લાખ 963કરોડ છે. જાહેર દેવાના વ્યાજ પેટે છેલ્લા ૨ વર્ષમાં રૂ. 42 હજાર કરોડ કરતા વધુ ચૂકવાયા હતા. જ્યારે મુદ્દલ પેટે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 34 હજાર કરોડ કરતાં વધુ રકમ ચૂકવી

  • 15 Mar 2022 05:08 PM (IST)

    Gujarat Assembly Session Live: બળદેવજી ઠાકોરે કહ્યું કે ડોક્ટરોની બંદરકારીના કારણે રોગચાળો વધુ ફેલાયો, તેની સામે પગલાં લેવાં જોઈએ

    Gujarat Assembly Session Live: બળદેવજી ઠાકોરે કહ્યું કે કલોલના સીએચસીના ડોક્ટરોની બંદરકારીના કારણે રોગચાળો વધુ ફેલાયો છે. ડોકટર દ્વારા દર્દીઓને દાખલ ના કરવામાં આવ્યા જેના કારણે લોકોને હાડમારી ભોગવવી પડી છે. આવા ડોકટર સામે પગલાં લેવા જોઈએ.

    સરકાર તરફથી જાણાવાયું હતું કે કલોલમાં પાણી અને ગટરની મુખ્ય લાઇનના જે સમસ્યા સર્જાઇ છે એનું સમારકામ 1.59 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે. આ વખતે કોલેરાના કોઈ સેમપલ મળ્યા નથી. પૂર્વ વિસ્તારમાં વસતા તમામ લોકો માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે. ગટર લાઈન અને પીવાના પાણીની લાઈનમાં પંચરના કારણે પાણી મીક્સ થાય અને રોગચાળો ફેલાય છે. મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે, કેન્દ્રીય મંત્રી અમીત શાહે તમામ કામગીરી કરવા સૂચના આપી છે જેના પગલે ત્યાં તમામ પ્રકારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

    સરકારના જવાબ પર કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સંતોષ વ્યક્ત કર્યો હતો.

  • 15 Mar 2022 05:01 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રીએ કહ્યું કલોલમાં મૃત્યુ પામેલા બાળકને અન્ય ગંભીર બીમારીઓ પણ હતી

    Gujarat Assembly Session Live: રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી નિમિષા સુથારે બળદેવજીના પ્રશ્નોનો જવાબ આપતાં કહ્યું છે કે પૂર્વ વિસ્તારમાં પાણી વિતરણ ની લાઈન 40 વર્ષ જૂની છે. દૂષિત પાણી પીવાના પાણી સાથે મિક્સ થવાથી આ ઘટના બની છે. સમગ્ર ઘટના ગંભિરતાથી લેવાઈ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાહેબે પણ સુચના આપી છે. પાણી વિતરણ માટે ૧ કરોડ ૫૯ લાખ મંજૂર થયા છે.

    તેમણે એમ પણ કહ્યું કે આરોગ્ય વિભાગે કલોલ અસરગ્રસ્ત વિસ્તારમાં જઈ સ્થળ તપાસ કરી છે. સેંપલ લેવામાં આવ્યા છે અને ઘરે ઘરે સર્વેલ્ન્સ કરવામાં આવ્યું છે. ઉપરાંત ટેંકર દ્વારા સ્વચ્છ પાણી વિતરણ કરાઇ રહ્યું છે. મૃત્યુ પામેલા બાળકને અન્ય ગંભીર બીમારીઓ પણ હતી.

  • 15 Mar 2022 04:52 PM (IST)

    Gujarat Assembly Session Live: કલોલમાં ફાટી નીકળેલા રોગચાળાના પડઘા વિધાનસભામાં પડ્યા

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં તાકીદની જાહેર અગત્યની બાબત પર ચર્ચા દરમિયાન કલોલમાં ફાટી નીકળેલા રોગચાળાનો મુદ્દો ઉઠાવાયો હતો. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલા પર ચર્ચાનો પ્રસ્તાવ મૂકાયો હતો. તેમણે કહ્યું કે એક વર્ષમાં બે વાર કલોલમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ગયા વખતે 5 લોકોનાં મૃત્યુ થયા હતાં. ચોક્કસ વિસ્તાર ના લોકોને જ લાભ આપવામાં આવે છે. નગર પાલીકાએ પાણી બાબતે 31 લાખનો ખર્ચ કર્યો છે. પૂર્વ વિસ્તારમાં દલિત સમાજ અને અન્ય સમાજના લોકો રહે છે. ગત વખતે અને આ વખતે દલિત સમાજના લોકો જ મૃત્યુ પામ્યા છે. આ લોકો કલોલ સિએચસીમાં દાખલ થવા જાય તો ડોક્ટર દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોવાનું પણ બળદેવજી ઠાકોરે કહ્યું હતું.

  • 15 Mar 2022 04:25 PM (IST)

    Gujarat Assembly Session Live: આપણો વિજળીનો સપ્લાય રેગ્યુલર છે તેવું ઉર્જામંત્રીએ કહેતાં ખેડૂતોને લાઈટ આપવા કોંગ્રેસના સુત્રોચ્ચાર કરી વેલમાં ધસી આવ્યા, ટિંગાટોળી કરી લઈ જવાયા

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોને પુરતી અને નિયમીત વીજળી આપવા મુદ્દે નિવેદનો આપ્યાં બાદ ઉર્જા મંત્રીનુ ગૃહમાં મહત્વનુ નિવેદન આપતાં કહ્યું કે આપણો વીજળીનો સપ્લાય રેગ્યુલર છે અને જ્યાં સમસ્યા હશે ત્યાં બે દિવસમાં વિજળીના પ્રશ્નનુ નિરાકરણ લાવશું તેવું કહેતાં કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. વીજળી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં પ્રદર્શન કરી ખેડૂતોને નિયમિત વીજળી આપવાના સુત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. તેમને બેસી જવા સુચના આપવા છતાં સુત્રોચ્ચાર ચાલુ રાખતાં સાર્જન્ટ તેમને ટિંગાટોળી કરીને બહાર લી ગયા હતા. જોકે ગૃહમો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સતત ચાલુ રહ્યું હતું.

  • 15 Mar 2022 04:04 PM (IST)

    વિદ્યાર્થીને બહાર કાઢવાની પડકારજનક રહી : વિદેશ મંત્રી

    વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે વડા પ્રધાનની સૂચના પર, અમે ઓપરેશન ગંગા શરૂ કર્યું, જે ચાલી રહેલી સંઘર્ષની પરિસ્થિતિ દરમિયાન સૌથી પડકારજનક રહ્યું.  તેમણે ગૃહને જણાવ્યું હતું કે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે જાન્યુઆરીથી જ ભારતીય નાગરિકો માટે નોંધણી શરૂ કરી હતી, જેમાં 20,000 ભારતીયોએ નોંધણી કરાવી હતી, જેમાં મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરી રહ્યા હતા. દૂતાવાસે 15 ફેબ્રુઆરીએ એક એડવાઈઝરી જારી કરીને સલાહ આપી હતી કે જેમને યુક્રેનમાં રહેવાની જરૂર નથી તેઓએ થોડા દિવસો માટે દેશ છોડી દેવો જોઈએ.

  • 15 Mar 2022 03:58 PM (IST)

    22 હજારથી વધુ લોકોનું સ્થળાંતર: વિદેશ મંત્રી

    યુક્રેનની સ્થિતિ પર રાજ્યસભામાં વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ગંભીર સંઘર્ષ દ્વારા ઊભા થયેલા પડકારો છતાં, અમે સુનિશ્ચિત કર્યું છે કે લગભગ 22,500 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે ભારત પાછા ફરેલા છે. તેમણે વધુમાં કહ્યું કે એ નોંધવું યોગ્ય છે કે દુશ્મનીએ 20,000 થી વધુ ભારતીયોને જોખમમાં મુકી દિધા છે. યુએનઅસસીમાં આ ઉભરતી સ્થિતિમાં વૈશ્વિક વિચાર- વિમર્શમાં ભાગ લઇ રહ્યા હતા, ત્યારે પમ આપણા નાગરિકની સુરક્ષા કરવી અને એ પણ કોઇ નુકસાન વગર એ મહત્વનું હતું

  • 15 Mar 2022 03:46 PM (IST)

    Gujarat Assembly Session Live: 15 માર્ચે નર્મદાનું પાણી બંધ થતું હોય ત્યારે પાક પર અસર થશેઃ કેતન ઇનામદાર

    Gujarat Assembly Session Live: ધારાસભ્ય કેતન ઇનામદારે પણ વિધાનસભામાં ખેડૂતોને મળતી વીજળી અને સિંચાઈના પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ગૃહની અંદર નર્મદા વિકાસ પર બોલવાનો મને મોકો મળ્યો છે ત્યારે જણાવું છું કે 15 માર્ચે નર્મદાનું પાણી બંધ થતું હોય ત્યારે પાક પર અસર થશે. આ ઉપરાંત ખેડૂતોને સળંગ 8 કલાક વીજળી મળે તેવી મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી અને કૃષિમંત્રીને રજુઆત રજુઆત કરી હતી.

  • 15 Mar 2022 02:10 PM (IST)

    Gujarat Assembly Session Live: કિસાન સંઘ અને ભાજપના ખેડૂત ધારાસભ્યોએ મુખ્યમંત્રીને ખેડૂતોને અપાતી વીજળીમાં અનિયમિતતા દૂર કરવા ભલામણ કરી હતી

    Gujarat Assembly Session Live: કિસાન સંઘ અને ભાજપના ખેડૂત ધારાસભ્યોએ મુખ્યમંત્રીને ખેડૂતોને અપાતી વીજળીમાં અનિયમિતતા દૂર કરવા ભલામણ કરી હતી. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર લખ્યો હતો. પત્રમાં રાજ્યના ખેડૂતોને અપાતી વીજળીને અનિયમિતતા દૂર કરવા પત્રમાં કરી ભલામણ કરી હતી. તેમણે જણાવ્યું કે સરકારને અમે 10 દિવસનું અલ્ટીમેશન આપ્યું છે. તાલુકા મથકે ધરના ત્યાર બાદ જિલ્લા મથકે અને પછી વિધાનસભામાં ધરના કરીશું.

  • 15 Mar 2022 01:18 PM (IST)

    Gujarat Assembly Session Live: ઉધોગોમાં પણ કાપ મૂકી ખેતીમાં પૂરતી વીજળી આપવી જોઈએઃ લલીત વસોયા

    Gujarat Assembly Session Live: કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ કહ્યું કે સમર્ગ ગુજરાતમાં ખેડૂતોને અપાતી વીજળીમાં 10 દિવસથી કાપ આપવામાં આવે છે. ગરમીની સિઝન શરૂ થતા પાકોને પાણીની વધુ જરૂર છે ત્યારે વીજકાપ આવતાં ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે. ખેડૂતોને પૂરતી વીજળી મળે તેના માટે મોટા ઉધોગોમાં પણ કાપ મૂકી પૂરતી વીજળી આપવી જોઈએ.

  • 15 Mar 2022 01:15 PM (IST)

    Gujarat Assembly Session Live: તમામ ધારાસભ્યોએ રાજ્યના ઉર્જા મંત્રીઓને પત્ર લખી જાણ કરી છે છતાં ખેડૂતોને વીજળી 8 કલાકની બદલે 4 કલાક આપવામાં આવે છેઃ કિરીટ પટેલ

    Gujarat Assembly Session Live: પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ રાજ્યના ઉર્જા મંત્રીઓને પત્ર લખી જાણ કરી છે છતાં ખેડૂતોને વીજળી 8 કલાકની બદલે 4 કલાક આપવામાં આવે છે. 4 કલાકમાં આપતી વીજળી પણ કટ કરીને આપવામાં આવે છે. સમગ્ર રાજ્યના ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની સૂર્યોદય યોજનામાં વાતો થતી હતી પણ તેવું થતું નથી.

  • 15 Mar 2022 01:06 PM (IST)

    Gujarat Assembly Session Live: કોળી અને ઠાકોર સમાજ સાથે મળીને આંદોલન ચલાવશેઃ ઋત્વિક મકવાણા

    Gujarat Assembly Session Live: ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કહ્યું કે ઠાકોર અને કોળી વિકાસ નિગમ સાથે ભારતીય જનતા પાર્ટી અન્યાય કરતી આવી છે. તેમણે કહ્યું કે બળદેવજી ઠાકોરની માંગને અખિલ ભારતીય કોળી સમાજ સંપૂર્ણ સમર્થન આપે છે. જરૂર પડ્યે અમે રસ્તા પર ઉતરી આંદોલન કરીશું. હવે લોકોને વધુ સમય માટે બેવકૂફ બનાવી શકાય એમ નથી. કોળી ઠાકોર સમાજ હવે ભાજપની આ નીતિને સારી પેઠે સમજી ગયા છે. હવે કોળી અને ઠાકોર સમાજ સાથે મળીને આંદોલન ચલાવશે.આવનારા સમયની અંદર કોળી અને ઠાકોર સમાજ વસ્તીના ધોરણે અધિકાર મળે તે માટેની લડત ચલાવશે.

  • 15 Mar 2022 12:55 PM (IST)

    Gujarat Assembly Session Live: ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પણ ખેડૂતોને માત્ર 4 કલાક વીજળી આપવામાં આવે છેઃ ગેનીબેન

    Gujarat Assembly Session Live: કોંગ્રેસના ધારાસભ્ય ગેની બેન ઠાકોરે કહ્યું કે Bjp ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પણ ખેડૂતોને માત્ર 4 કલાક વીજળી આપવામાં આવે છે. એક બાજુ ગૃહમાં દાવો કરવામાં આવે છે. સૌથી વધુ ગુજરાત વીજ ઉત્પાદન કરતું રાજ્ય છે તેવો દાવો કરાય છે પણ ખેડૂતોને ખેતી અને ઘાસચારા માટે વીજળી મળતી નથી. અમારી ગુજરાતના ખેડૂતો માટે સરકારને વિનંતી છે કે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે. સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ છે પણ તેવું પાલન થયું નથી. તેમણે કહ્યું કે આવનાર સમયની અંદર મંત્રીઓ સભા કરશે ત્યાં અને વિધાનસભામાં વિરોધ કરશે.

  • 15 Mar 2022 12:45 PM (IST)

    Gujarat Assembly Session Live: સરકારની વેરાની આવક વધે છે અને દેવુ પણ વધી રહ્યું છેઃ ઠુંમ્મર

    Gujarat Assembly Session Live: તેમણે કહ્યું કે સરકારની વેરાની આવક વધે છે અને દેવુ પણ વધી રહ્યું છે. 17 ટકા રકમ સરકાર ફક્ત વેરામાંથી દેવામાં ચુકવે છે. Pmના કાર્યક્રમ, પંચાયત કાર્યકમમાં અને ખેલેગે ગુજરાતમાં 200 કરોડથી વધુ રૂપિયા ખર્ચ્યા છે. બજેટ કરતા સરકારનું દેવું 1 લાખ કરોડથી વધારે છે. સરકાર 1.53 ટકા રકમ શિક્ષણમાં વાપરે છે. 6000 શાળો બંધ થઈ ગઈ છે. શિક્ષણ ખાડે ગયું છે.

    બજેટથી બાળકો અને સ્ત્રીઓનું પોષણ ભાગ્યે જ દૂર થશે. રાજ્યમાં 6181 અગણવાડી જજરીત છે. ઉપરાંત સંકલિત બાલ વિકાસ યોજનામાં ખર્ચ ઓછો બતાવ્યો છે. ખેડૂતો માટે પણ બજેટ કપાય છે. ગુજરાતના ખેડૂતોને પુરતી વીજળી નથી મળી રહી.

  • 15 Mar 2022 12:35 PM (IST)

    Gujarat Assembly Session Live: વિરજી ઠુમ્મરે કહ્યું કે બજેટમાં સરકારે ગુજરાતની પ્રજાને ખાલી સપનાઓ બતાવ્યાં છે

    Gujarat Assembly Session Live: વિરજી ઠુમ્મરે બજેટ અંગે સરકાર પલ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતની પ્રજાને ખાલી સપનાઓ બતાવ્યાં છે. છેલ્લા 3 વર્ષમાં કૃષિમાં જે સરકારે ફાળવણી કરી છે તે અને 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું તે મુદ્દા ઉઠવ્યા હતા.

    ઠુમ્મરે એમ પણ કહ્યું કે કોંગ્રેસે બનાવેલી વિધાનસભા તો નહીં વેચી નાખોને તેમ કહ્યું હતું અને પોતાના શબ્દો રેકોર્ડ પરથી દૂર કરવા પણ કહ્યું હતું.

    તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી ઉપર સરકાર જવા માંગે છે, પણ પ્રાકૃતિક ખેતી માટે 1 રૂપિયાનું પણ બજેટ ફ્લવ્યું નથી. છેલ્લા 8 વર્ષમાં કૃષિના બજેટમાં ઘટાડો થાય છે. ખેડૂતો દેવાદાર થઇ રહ્યા છે. 3.23 ટકા જેવી સામાન્ય રકમ ફાળવી ગુજરાતના ખેડૂતોને ધક્કો માર્યો છે. દેશના અને ગુજરાતના ખેડૂતોને ભારે મુશ્કેલી થઈ છે. સરકારે પ્રાકૃતિક ખેતી માટે ખાલી વાહ વાહી લૂંટી છે.

  • 15 Mar 2022 12:27 PM (IST)

    Gujarat Assembly Session Live: કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે બજેટમાં 27 ટકા અનામતની જોગવાઈ સામે સવાલ ઉઠાવ્યા

    Gujarat Assembly Session Live: કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ગુજરાતમાં બજેટમાં 27 ટકા અનામતની જોગવાઈ સામે સવાલ ઉઠાવતાં કહ્યું કે 2022-23ના બજેટમાં ઠાકુર કોળી સમાજમાં 1 કરોડ 10 લાખની ફાળવણી કરાઈ છે. આ રૂ. 1 કરોડ 10 લાખ ફાળવીને બંને સમાજોનું નુકસાન કર્યું છે. અમારા સમાજની અંદર 1500થી 2000 કરોડ ફાળવવા જોઈએ. આ તો ઠાકોર અને કોળી સમાજની મશ્કરી કરી હોય એવું અમને લાગે છે. ઠાકોર અને કોળી સમાજનો મત માટે ઉપયોગ કરાઈ રહ્યો છે. સરકારે 1500થી 2000 કરોડ સરકારને ફાળવવા જોઈએ એવી અપીલ છે.

  • 15 Mar 2022 12:21 PM (IST)

    Gujarat Assembly Session Live: કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂતે બનાસકાંઠામાં સિંચાઈના પાણી અને વીજળીની કટોકટીનો મુદ્દે ઉઠાવ્યો

    Gujarat Assembly Session Live: કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂતે બનાસકાંઠામાં સિંચાઈના પાણી અને વીજળીની કટોકટીનો મુદ્દે ઉઠાવીને તેના માટે સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે ઉનાળામાં એક મહિના કરતા વધુ પાણી આપવું જોઈએ. તેમણે પાણી મળે તે માટે મુખ્યમંત્રીને રજુવાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે 8 કલાક સરકાર વીજળી આપવાની વાતો કરે છે એની સામે 4 કલાક ટુકડે ટુકડે વીજળી આપે છે. વીજળી આપવામાં પણ આવી કટોકટી સર્જાઈ છે. ટુકડે ટુકે વીજણી ળતી હોવાથી સિંચાઈ થઈ શકતી નથી. સરકારને અપીલ છે 8 કલાક વીજળી આપો.

    તેમણે એમ પણ કહ્યું કે થરાદ, વાવ સહિતના પંથકમાં આજથી કેનાલમાં પાણી બંધ કરવા સરકારનો નિર્ણય છે. સુજલમ સુફલામ કેનાલમાં ચૂંટણી આવે ત્યારે જ પાણી આપે છે. કરોડો રૂપિયા કેનાલ બનાવવામાં સરકારે વાપર્યા છે, પણ સામાન્ય દિવસોમાં સુજલમ સુફલામ કેનાલમાં પાણી આવતું નથી. સરકારને આ તમામ બાબતોની અનેક વાર રજુઆત પણ કરી છે.

Published On - 12:20 pm, Tue, 15 March 22