Gujarat Assembly Session Live: સહકારી સંસ્થાઓ કબજે લેવાના મામલે કોંગ્રેસ ભાજપ આમને સામને, કોંગ્રેસે હાઉસમાં દેખાવો કર્યા

|

Mar 09, 2022 | 6:46 PM

Gujarat Assembly Session Live: આજે વિધાનસભા શરૂ થતાં જ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસને સરકાર પર આક્ષેપ કર્યા હતા કે લાખો યુવાનોને નોકરી આપવાના રાજ્ય સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે.

Gujarat Assembly Session Live: સહકારી સંસ્થાઓ કબજે લેવાના મામલે કોંગ્રેસ ભાજપ આમને સામને, કોંગ્રેસે હાઉસમાં દેખાવો કર્યા
Gujarat Assembly Session Live

Follow us on

Gujarat Assembly Session Live: આજે વિધાનસભા શરૂ થતાં જ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો સરકારે લેખિત જવાબ રજૂ કર્યો છે જેમાં રાજ્યમાં 3.46 લાખ શિક્ષિત બેરોજગાર હોવાનું સરકારે સ્વીકરાતાં કોંગ્રેસને સરકાર પર આક્ષેપ કર્યા હતા કે લાખો યુવાનોને નોકરી આપવાના રાજ્ય સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Mar 2022 02:48 PM (IST)

    Gujarat Assembly Session Live: મનમોહનસિંહ સરકાર કરતા મોદી સરકાર ગુજરાતને ઓછી ગ્રાન્ટ આપે છે, મોદી સરકારે ગુજરાતની પ્રજાને દંડા માર્યા છેઃ ઠુમ્મર

    Gujarat Assembly Session Live: બજેટની પૂરક માગણી અંગે કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ કે કોરોનાના કાળમાં ગુજરાત સરકાર આવક ઘટી હોવાની વાત કરે છે પણ ખરેખર તો સરકાર ગૃહને અને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરે છે. કોરોનાકાળમાં રૂ. 4400 કરોડની આવક સરકારની વધી છે. તેમણે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે મનમોહનસિંહ સરકાર કરતા મોદી સરકાર ગુજરાતને ઓછી ગ્રાન્ટ આપે છે. મોદી સરકારે ગુજરાતની પ્રજાને દંડા માર્યા છે.

  • 09 Mar 2022 02:44 PM (IST)

    Gujarat Assembly Session Live: કોરોના મૃતકોના આંકડા છુપાવીને ભાજપે ઘોર પાપ કર્યું: પરમાર

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કોરોના કાળમાં સરકારે રહેલી કાગીરીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. આજે વિધાનસભામાં પૂરક માંગણીઓમાં વિવિધ રજુઆત કરતી વખતે શૈલેશ પરમારે કહ્યું હતું કે કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને સહાય મામલે અમે રજુઆત લઈને આવ્યા છીએ. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આદેશ કરાયા કે કોરોના મૃત્યુના કેસમાં 50 હજાર ચૂકવવામાં આવે. દરમિયાન તેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા કે કોરોનાના સમયમાં સરકારે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી નહોતી. સરકારે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ગુજરાતની પ્રજા સમક્ષ કોરોનામાં મૃત્યુના ખોટા આંકડા મુકવામાં આવ્યા હતા. કોરોના મૃતકોના આંકડા છુપાવીને ભાજપે ઘોર પાપ કર્યું છે.

  • 09 Mar 2022 01:15 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યની RT0 કચેરીઓમાં 45% જગ્યાઓ ખાલી હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર

    Gujarat Assembly Session Live: સરકારે વિધાનસભામાં માહિતી રજૂ કરી હતી કે રાજ્યની RT0 કચેરીઓમાં 45 % જગ્યાઓ ખાલી છે. જિલ્લા RTO કચેરીઓમાં મજૂર 2182 જગ્યાઓ સામે 1054 જગ્યાઓ ખાલી છે. સરકરે રજૂ કરેલા જવાબના પગલે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ખાલી જગ્યાઓના કારણે ડ્રાઇવિંગ લાયસન્સ વાહન નોંધણી સહિતની કામગીરીઓ ખોરંભે ચઢે છે જેના કારણે લોકોને હલકી ભોગવવાનો વારો આવે છે.

  • 09 Mar 2022 01:11 PM (IST)

    Gujarat Assembly Session Live: સહકારી સંસ્થાઓ કબજે લેવાના મામલે કોંગ્રેસ ભાજપ આમને સામને, કોંગ્રેસે હાઉસમાં દેખાવો કર્યા

    Gujarat Assembly Session Live: કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ સહકારી સંસ્થાઓ કબજે લેવા માંગતી હોવાની ટિપ્પણી કરી હતી.
    સહકારી સંસ્થાઓ કબજે લેવાના મામલે ગૃહમાં કોંગ્રેસ ભાજપ આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસે હાઉસમાં દેખાવો કર્યા હતા. કોંગ્રેસના આરોપ સામે મંત્રી જગદીશ પંચાલે યુપીએ શાસનમાં CBIના દુરોપયોગ સહિતના આરોપ લગાવતા કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો.

    કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે મંત્રી દ્વારા ખોટી માહિતી આપવામાં આવી રહીં છે જેની નોંધ રેકોર્ડમાંથી દૂર કરવી જોઈએ. અમિત શાહની ધરપકડ ગુજરાત સરકારની જ પોલીસે કરી હતી, જેમાં કોંગ્રેસની વાત ક્યાં આવે છે?

  • 09 Mar 2022 01:03 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં 54 ટકા કુટિર ઉદ્યોગોને સરકારની ભલામણ છતાં બેન્ક લોન મળતી જ નથી

    Gujarat Assembly Session Live: કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નમાં સરકારે આપ્યો જવાબ હતો કે રાજ્યમાં 54 ટકા કુટિર ઉદ્યોગોને સરકારની ભલામણ છતાં બેન્ક લોન મળતી જ નથી, બે વર્ષમાં કુટીર ઉદ્યોગ શરૂ કરવા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રોમાં ૬૩,૮૩૩ અરજીઓ મળી છે. ૪૨,૭૨૭ અરજીઓ મંજૂર કરીને બેંકોને ભલામણ કરાઈ છે. બેંકોને ભલામણ કરવામાં આવેલ અરજીઓ પૈકી બેંકોએ માત્ર ૨૮,૧૦૩ અરજીઓ જ મંજૂર કરી છે. બેંકો દ્વારા ૫૫% કરતાં વધુ અરજદારોને લોન આપી નથી. સરકારની ભલામણ છતાં કુટિર ઉદ્યોગોને લોન આપવાને લઈ બેંકોની મનમાની સામે આવી છે.

  • 09 Mar 2022 12:59 PM (IST)

    Gujarat Assembly Session Live: કોરોના કાળમાં શ્રમિકોને પરત મોકલવા ૭ કરોડ જેટલી રકમ વપરાઈ

    Gujarat Assembly Session Live: સરકારે વિધાનસભામાં માહિતી રજૂ કરી હતી કે કોરોના કાળમાં શ્રમિકોને પરત મોકલવા ૭ કરોડ જેટલી રકમ વપરાઈ છે. કોરોના કાળમાં ૫૬૮ ટ્રેનો મારફતે ૮ લાખ ૨૪ હજાર ૬૪૯ શ્રમિકોને વતન પરત મોકલાયા હતા. જ્યારે ૨૫૪૭ બસો મારફતે ૯૫,૮૦૪ શ્રમિકોને વતન પરત મોકલાયા હતા.

  • 09 Mar 2022 12:54 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં બે વર્ષમાં રણોત્‍સવ, પતંગોત્‍સવ અને નવરાત્રિ મહોત્‍સવમાં રૂ.૨૭૦૬.૨૮ લાખનો ખર્ચ કરાયો

    Gujarat Assembly Session Live: રાજ્યમાં બે વર્ષમાં રણોત્‍સવ, પતંગોત્‍સવ અને નવરાત્રિ મહોત્‍સવમાં રૂ.૨૭૦૬.૨૮ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે તે પૈકી રાજ્ય બહારના અને વિદેશી મહેમાનો માટે રહેવા, જમવા, ટ્રાન્‍સપોર્ટ, સરભરા માટે રૂ.૧૬૮.૦૩ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. કોરોનાકાળમાં પણ સરકારે ઉત્‍સવો પાછળ રૂ.૧.૬૮ કરોડની રકમ સરભરામાં ખર્ચી છે.

  • 09 Mar 2022 12:53 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં માર્ગમકાન વિભાગની જિલ્લા કચેરીઓમાં 50 % કરતા વધુ જગ્યાઓ ખાલી હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર

    Gujarat Assembly Session Live: રાજ્યમાં માર્ગમકાન વિભાગની જિલ્લા કચેરીઓમાં 50 % કરતા વધુ જગ્યાઓ ખાલી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. સરકારે રજૂ કરેલી જાણકારી પ્રમાણે વર્ગ 1 ની 20, વર્ગ 2 ની 503, વર્ગ 3 ની 2882 અને વર્ગ 4 ની 571 જગ્યાઓ ખાલી છે. કોંગ્રેસ ના mla દ્વારા પૂછાયેલા પ્રશ્નોમાં સરકારનો લેખિત જવાબમાં સરકારે લેખિત જવાબ રજૂ કર્યો હતો કે માર્ગ મકાન વિભાગની જિલ્લા કચેરીઓમાં 3675 જગ્યાઓ ભરાયેલી છે તેનાથી વધુ એટલે કે 3976 જેટલી જગ્યાઓ ખાલી છે.

  • 09 Mar 2022 12:49 PM (IST)

    Gujarat Assembly Session Live: વર્ષે 2020માં 16 ઔધોગિક એકમો અને વર્ષે 2021 માં 18 ઔધોગિક એકમોએ સ્થાનિકોને રોજગારી આપવાનો નિયમ તોડયા

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં સરકારે રજૂ કરેલી મહિતી પ્રમાણે અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલ ઔધોગિક એકમોએ વર્ષે 2020માં 1 લાખ 78 હજાર 7843 સ્થાનિકોને રોજગારી આપી છે. જ્યારે વર્ષે 2021માં 1 લાખ 97 હાજર 301 સ્થાનિકોને રોજગારી અપી છે. જોકે વર્ષે 2020માં 16 ઔધોગિક એકમો અને વર્ષે 2021 માં 18 ઔધોગિક એકમોએ સ્થાનિકોને રોજગારી આપવાનો નિયમ તોડયા છે. નિયમ ભંગ કરનાર ઔધોગિક એકમો સામે શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા પગલાં લેવાયાં છે.

  • 09 Mar 2022 12:45 PM (IST)

    Gujarat Assembly Session Live: પગડિયા માછીમાર કીટની ખરીદી પર 90 ટકા લેખે સહાય ચૂકવાઈ રહી છે

    Gujarat Assembly Session Live:  વિધાનસભા ગૃહમાં કરજના ધારાસભ્ય પ્રવીણ ચૌધરી દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે રાજ્યમાં પગડિયા માછીમારોને આપતી સહાય અંગે સરકારે જણાવ્યું છે કે ગત વર્ષે રાજય સરકાર દ્વારા રાજ્યમાં પગડિયા માછીમારોને સહાય કરવામાં આવી છે. એક માછીમારો દીઠ પગડીયા માછીમાર કીટની ખરીદી પર યુનિટ કોસ્ટ 8 હજાર છે જેમાં સરકાર 90 ટકા લેખે સહાય કરીને કીટ ખરીદીમાં 7200 રૂપિયા કરવામાં સહાય આપે છે.

  • 09 Mar 2022 12:42 PM (IST)

    5 State Assembly Elections 2022 Live Updates: મતગણતરી માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાઃ ડીએમ- હરિદ્વાર

    5 State Assembly Elections 2022 Live Updates: યુપીમાં એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે 10 માર્ચે મતગણતરી માટે લગભગ 70,000 નાગરિક પોલીસ કર્મચારીઓ, 245 કંપનીઓ, અર્ધ લશ્કરી દળો અને 69 કંપની પીએસી તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિ અવ્યવસ્થા અથવા તોફાન કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

     

  • 09 Mar 2022 12:42 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં પ્રવાસન સ્થળોની સુરક્ષા માટે રૂપિયા ૪ કરોડ ૫૨ લાખથી વધુની રકમ ખાનગી કંપનીઓને ચૂકવાઈ

    Gujarat Assembly Session Live: કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો હતો કે રાજ્યમાં પ્રવાસન સ્થળોની સુરક્ષા માટે રૂપિયા ૪ કરોડ ૫૨ લાખથી વધુની રકમ ખાનગી કંપનીઓને ચૂકવાઈ છે. બનાસ સિક્યોરિટી એંડ પર્સોનલ ફોર્સને આ કામ સોંપવામાં આવ્યું છે. ગાર્ડ દિઠ 14,500 ચુકવાતા હોવાનું સરકારે જણાવ્યું છે.

  • 09 Mar 2022 12:39 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં એર એમયૂલન્સ સેવા શરૂ કરવામાં આવી, એક કલાકનો ભાવ 50 હજાર રૂપિયાથી વધુ

    Gujarat Assembly Session Live: લીમખેડાના ધારાસભ્ય શેલેષ ભભોર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વિધાનસભામાં સરકારે જણાવ્યું કે રાજ્યમાં એર એમ્બ્યુલન્શ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના દર્દી દ્વારા 108 gvkમાં ફોન કરીને એર એમયૂલન્સ નોંધાવામાં આવે ત્યારે દર્દીએ કલાક દીઠ 50 હજાર રૂપિયા ચૂકવા પડશે, આ ઉપરાંત દર્દીએ gst હેઠળ થતી રકમ પણ ચૂકવી પડશે, આ ઉપરાંત દર્દી દ્વારા સીધા હોસ્પિટલ મારફત એર એમયૂલન્સ સેવાનો લાભ લેવામાં આવશે તો દર્દીએ કલાક દીઠ 55 હજાર રૂપિયાના ચાર્જ સાથે gst ચૂકવું પડશે. આ સિવાય ભારતના અન્ય રાજ્યોના નાગરિક એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેશે તો તેમને 65 હજાર રૂપિયા ચાર્જ સાથે gst ચૂકવું પડશે.

  • 09 Mar 2022 12:35 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં 3.46 લાખ શિક્ષિત બેરોજગાર, સરકારે વિધાનસભામાં સ્વીકારી હકિકત

    Gujarat Assembly Session Live: આજે વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો સરકારે લેખિત જવાબ રજૂ કર્યો છે જેમાં રાજ્યમાં 3.46 લાખ શિક્ષિત બેરોજગાર હોવાનું સરકારે સ્વીકર્યું છે. રાજ્યમાં 3.46 લાખ શિક્ષિત બેરોજગાર છે જ્યારે 17816 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે. છેલ્લા 2 વર્ષ માં માત્ર 1278 બેરોજગારોને સરકારી નોકરી મળી છે. ભરૂચ, નર્મદા, તાપી સહિત 16 જિલ્લામાં એક પણ સરકારી નોકરી મળી નથી. સૌથી વધુ બેરોજગારો વડોદરા જિલ્લામાં 26,921 અને અમદાવાદ જિલ્લામાં 26,628 છે જ્યારે આણંદ જિલ્લામાં 22,515 અને રાજકોટ જિલ્લામાં 18977 બેરોજગાર હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. સરકારે રજૂ કરેલા આ આંકડાના પગલે કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે લાખો યુવાનોને નોકરી આપવાના રાજ્ય સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે.

Published On - 12:30 pm, Wed, 9 March 22