GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે મતદાન

|

Sep 06, 2021 | 5:29 PM

Gandhinagar Municipal Corporation Election : ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠક પર ચૂંટણી યોજાશે.

GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે  મતદાન
Gandhinagar Municipal Corporation election announced

Follow us on

GANDHINAGAR : જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી એ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત આખેર થઇ ગઈ છે. રાજ્યના ચૂંટણીપંચે ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation) ની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. રાજ્યના ચૂંટણીપંચે આ નાગે સત્તાવાર જાહેરાત કરતા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કર્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠક પર ચૂંટણી યોજાશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તારીખ 3-10-2021 ના રોજ યોજાશે, જ્યાં જરૂર પડશે ત્યાં 4-10-2021 ના રોજ પુનઃ મતદાન યોજાશે અને અને મતગણતરી તારીખ 05-10-2021 ના રોજ યોજાશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18-09-2021 છે અને ફોર્મ પાછા ખેચવાની છેલ્લી તારીખ 21-09-2021 છે.

રાજ્યના ચૂંટણીપંચે આ અંગે નિયમો જાહેર કર્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

1)મહાનગરપાલિકા , નગરપાલિકાની સામાન્ય / મધ્યસત્ર ચૂંટણી અને અન્ય સ્વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી હેઠળના વિસ્તારમાં તા.06-09-2021 ના રોજ ચૂંટણીઓની જાહેરાત થતાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં મુકવામાં આવી છે.

2) ચૂંટણીમાં ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુન્હાહિત ઈતિહાસ , શૈક્ષણિક લાયકાત , મિલકત અને દેવાં બાબતનું સોગંદનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે . અરજદાર ઉમેદવારી ફોર્મ સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીએથી મેળવી શકાશે અથવા આયોગની વેબસાઈટ http : sec-gujarat.gov.in પરથી ડાઉનલોડ પણ કરી શકાશે.

3)આ ચૂંટણીમાં મતદાન સમયે , મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર ( EPIC) રજુ કરવાનું રહેશે, પરંતુ વ્યાજબી કારણસર રજૂ કરી શકે તેમ ન હોય તો, સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર , રાજય ચૂંટણી આયોગે નિયત કરેલ ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી શકશે.

4)) રાજય ચૂંટણી આયોગે , આ ચૂંટણી માટેના મતદાનનો સમય સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધીનો નકકી કરેલ છે . કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે અંગે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્ચિત કરવામાં આવશે . મહાનગરપાલિકાઓનગરપાલિકાઓ / જિલ્લા / તાલુકા પંચાયતોની સામાન્ય / મધ્યસત્ર / પેટા ચૂંટણીઓ વીજાણુ મતદાન યંત્રો ( EVM) દ્વારા કરવામાં આવશે.

Published On - 5:05 pm, Mon, 6 September 21

Next Article