ગાંધીનગરના હાઈટેક રેલવે સ્ટેશનનું PM મોદીના હસ્તે થશે લોકાર્પણ, વિડીયો જોઇને તમે પણ અચંબિત થઇ જશો

|

Jul 11, 2021 | 6:16 AM

ઘણા લાંબા સમયથી ચાલી રહેલો ગાંધીનગર રેલવે સ્ટેશનનો પ્રોજેક્ટ આખરે પૂર્ણતાના આરે છે. અતિ ચર્ચિત આ રેલવે સ્ટેશનનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે તેવી માહિતી સામે આવી રહી છે.

ગાંધીનગરમાં ઘણા સમાયથી ભવ્ય રેલવે સ્ટેશન અને સેવન સ્ટાર હોટલનું નિર્માણ ચાલી રહ્યું હતું. હવે આ મોટા પ્રોજેક્ટનું કામ લગભગ પૂર્ણ થઇ ગયું છે. જી હા હવે આ રેલવે સ્ટેશન લોકાર્પણ માટે તૈયાર છે. અને લોકાર્પણ માટે અહિયાં આખરી તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે.

આ ભવ્ય પ્રોજેક્ટ કે જેમાં ઉપર સેવન સ્ટાર હોટલ અને નીચે રેલ્વે સ્ટેશન બનાવવામાં આવ્યું છે, તેનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થશે. PM મોદીના હસ્તે લોકાર્પણ થવાનું હોવાથી સમગ્ર સંકુલને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

 

 

કહેવામાં આવી રહ્યું છે કે આ રેલવે સ્ટેશન દેશનું સૌથી આધુનિક સ્ટેશન છે. રેલવે સ્ટેશનની ઉપર 300 રૂમની એકદમ જબરદસ્ત હોટલ પણ બની છે. અને નીચે રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રકારનો ભારતમાં પ્રથમ પ્રોજેક્ટ ગણવામાં આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: મુખ્યપ્રધાન વિજય રુપાણીનો AAP પર પ્રહાર, આમ આદમી પાર્ટીને યોજનાના અમલ કરતાં પ્રચારમાં વધુ રસ

Next Video