GANDHINAGAR : ચાર વર્ષ સુધી રાહ જોઈ, હવે ધીરજ ખૂટી, માનદ વેતન વધારવા મધ્યાહન ભોજનના કર્મચારીઓએ રાજ્યપાલને રજૂઆત કરી

|

Jul 27, 2021 | 3:20 PM

Midday meal scheme : મધ્યાહન ભોજનના એક કર્મચારીએ કહ્યું કે 34 વર્ષથી તેમની મધ્યાહન ભોજન યોજનામાં માનદ વેતન સાથે નિમણૂક કરવામાં આવી છે અને હાલમાં રૂ.1,600, રૂ.1400 અને રુ.500 માનદ વેતન આપવામાં આવે છે, જે ખુબ ઓછું છે.

GANDHINAGAR : ચાર વર્ષ સુધી રાહ જોઈ, હવે ધીરજ ખૂટી,  માનદ વેતન વધારવા મધ્યાહન ભોજનના કર્મચારીઓએ રાજ્યપાલને રજૂઆત કરી
Gandhinagar : Employees of Midday meal scheme appeal Governor for hike in Salary

Follow us on

રાજ્યના મધ્યાહન ભોજનના કર્મચારીઓએ પગાર વધારાની માગને લઇને ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રજૂઆત કરી હતી. ચાર વર્ષથી માનદ વેતન ન વધતા મધ્યાહન ભોજનના કર્મચારીઓ નારાજ છે. જો માંગણી નહીં સંતોષાય તો આ કર્મચારીઓએ ભૂખ હડતાળની પણ ચીમકી આપી છે…મહત્વનું છે કે, રાજ્યમાં 96 હજાર કર્મચારીઓ મધ્યાહન ભોજનની કામગીરીને લઇને કાર્યરત છે અને તેઓ સરકારના ઉદાસીન વલણથી નારાજ છે. રાજ્ય સરકાર સમક્ષ અનેક વખતની રજૂઆતો છતાં ચાર-ચાર વર્ષથી પરિણામ શૂન્ય છે. મધ્યાહન ભોજનના એક કર્મચારીએ કહ્યું કે 34 વર્ષથી તેમની મધ્યાહન ભોજન યોજનામાં માનદ વેતન સાથે નિમણૂક કરવામાં આવી છે અને હાલમાં રૂ.1,600, રૂ.1400 અને રુ.500 માનદ વેતન આપવામાં આવે છે, જે ખુબ ઓછું છે.

આ પણ વાંચો : GANDHINAGAR : રાજ્યના ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, 6 માસમાં 149 રેડ કરી ખનીજ ચોરોને કરોડોના દંડ ફટકાર્યા

Next Article