GANDHINAGAR : પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, સાયકલ રેલી કાઢી વિરોધ કર્યો

|

Jul 17, 2021 | 12:07 PM

Fuel price hike : 16 જુલાઈએ એક લિટર પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 15 પૈસાનો વધારો કરવામાં આવતા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે.

GANDHINAGAR : દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો (fuel price hike)થતો જોવા મળી રહ્યો છે. 16 જુલાઈએ એક લિટર પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 15 પૈસાનો વધારો કરવામાં આવતા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત લીટરે રૂ.100 ને પાર થઇ ગઈ છે. રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં સાદા પેટ્રોલે સદી નથી વટાવી પણ પ્રીમીયમ પેટ્રોલ 102.47 રૂપિયા પ્રતિ લીટર થયું છે. દેશમાં પેટ્રોલના વધતા ભાવોને લઈને ગાંધીનગરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ (Congress) નેતાઓએ સાયકલ રેલી કાઢી વિરોધ કર્યો હતો.

Next Video