GANDHINAGAR : મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે હરિપ્રસાદ સ્વામીને શ્રદ્ધાંજલિ પાઠવી

|

Jul 27, 2021 | 12:09 PM

Hariprasad swami maharaj of haridham sokhada : હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swami)મહારાજનું નિધન થયું છે. 88 વર્ષીય હરિપ્રસાદ સ્વામી ભાઈલાલ અમીન હોસ્પિટલ માં છેલ્લા કેટલાક દિવસ થી સારવાર હેઠળ હતા.

GANDHINAGAR: હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swami)મહારાજનું નિધન થયું છે. 88 વર્ષીય હરિપ્રસાદ સ્વામી ભાઈલાલ અમીન હોસ્પિટલ માં છેલ્લા કેટલાક દિવસ થી સારવાર હેઠળ હતા. હરિપ્રસાદ સ્વામી મહારાજના નિધન પર રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani) અને ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે (DyCM Nitin Patel)શોક વ્યકત કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે
મુખ્યપ્રધાને જણાવ્યું છે કે યુવાઓમાં વ્યસન મુક્તિ ,શિક્ષા પ્રણાલી ના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. તેમના દેહ વિલય અને પરમધામ ગમન થી લાખો શોકમગ્ન અનુયાયીઓના દુઃખમાં સહભાગી થતાં મુખ્યપ્રધાન રૂપાણીએ સ્વામીશ્રીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.

ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી
રાજ્યના ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે હરિપ્રસાદ સ્વામીને શ્રદ્ધાંજલિ પાઠવતા TV9 ગુજરાતી સાથેની ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે હરિપ્રસાદ સ્વામીના નિધનથી ગુજરાત તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયને મોટી ખોટ પડી છે. હરિપ્રસાદ સવાઈ લાખો હરિભક્તો તરીકે એક ખુબ મોટું કામ અને નામ આપણને આપતા ગયા છે. એમના દ્વારા લાખો હરિભક્તોને ધર્મના સંસ્કાર આપવામાં આવ્યાં. ધર્મમાય જીવન જીવવા અને ધર્મમાય કાર્યો કરવા પ્રેરણા આપી એનાથી ગુજરાતના જાહેર જીવનને ખુબ ફાયદો થયો છે. લાખો પરિવારો સુધી તેમનું કામ અને નામ પહોચ્યું છે. તેમની કામ કરવાની પઢતી ખુબ પ્રેમાન અને બધાને સાથે રાખી સમાજને લાભ આપ્યો. અને અનેકરીતે સામાજિક કામો તેમણે કર્યા છે તે હંમેશા યાદ રહેશે.

Published On - 10:21 am, Tue, 27 July 21

Next Video