DyCM નીતિન પટેલનું મોટું નિવેદન, “દેશમાં હિંદુઓની બહુમતિ છે ત્યાં સુધી કાયદો અને બિનસાંપ્રદાયિકતા છે”

|

Aug 27, 2021 | 10:25 PM

VHP Dharmasabha Gandhinagar : ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થયું ત્યારબાદ ગુજરાતમાં વિશ્વ હીન્દુ પરિષદ (VHP)ની આ પ્રથમ ધર્મસભા છે.

Gandhinagar : રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે વિશ્વ હિંદુ પરિષદની ધર્મસભા યોજાઈ હતી. આ ધર્મસભામાં VHPના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને હાજરી આપી હતી. આ ધર્મસભામાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યાં હતા. આ ધર્મસભાને સંબોધન કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે દેશમાં હિંદુઓની બહુમતિ છે ત્યાં સુધી કાયદો અને બંધારણ ટકેલા છે. હિંદુઓની બહુમતિ છે એટલે જ બિનસાંપ્રદાયિકતાની વાત કરશે, જો હિંદુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા તો બધું પૂર્ણ થઇ જશે.દેશમાં કોઇ કોર્ટ કચેરી કે બંધારણનું અસ્તિત્વ નહીં રહે.દેશની બિનસાંપ્રદાયિકતા જોખમમાં મુકાશે અને બધું બધુ દફન થઇ જશે.

Published On - 8:27 pm, Fri, 27 August 21

Next Video