Gandhinagar : કલોલમાં કોલેરાથી 40 વર્ષીય મહિલાનું મોત, છેલ્લા 6 દિવસમાં 5 લોકોના મોત

|

Jul 09, 2021 | 7:59 AM

ગાંધીનગરના કલોલમાં (Kalol) કોલેરાનો (Cholera) એ ભરડો લીધો છે. છેલ્લા 6 દિવસમાં 5 લોકોના મોત કોલેરાને કારણે થયા છે. આ સાથે જ કલોલમાં કોલેરાના કેસનો આંકડો 57 પર પહોંચ્યો છે.

ગાંધીનગરના કલોલમાં (Kalol) કોલેરાનો (Cholera) કહેર યથાવત છે. કોલેરાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને પાણીનો સપ્લાય બંધ કરી અને ટેન્કર મારફતે તંત્ર પાણી પહોંચાડી રહ્યું છે. તો બીજી તરફ 10 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતાં આ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. કલોલ નગર પાલિકાની (Kalol Nagar Palika ) આરોગ્ય ટીમ દ્વારા સર્વે કરવામ આવી રહ્યો છે.

કલોલમાં ઝાડા-ઊલ્ટીના કેસમાં વધુ એક 40 વર્ષીય મહિલાનું મોત થયું છે. પાણીજન્ય રોગચાળો કલોલ મધ્યમાં પણ વકર્યો છે. કોલેરાએ (Cholera) નવા વિસ્તારોને ઝપેટમાં લેવાની શરૂઆત કરી છે. પાણીના નમૂનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કોલેરાને પગલે રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. છેલ્લાં 6 દિવસ દરમિયાન ઝાડા – ઊલ્ટીને 5 લોકોના મોત નીપજ્યાં છે. કલોલમાં કોલેરાના કેસનો આંકડો 57 પર પહોંચ્યો છે.

Next Video