GANDHINAGAR : નવા પ્રધાનમંડળ અંગે રાજ્યના પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

|

Sep 16, 2021 | 7:50 PM

રૂપાણી સરકારના એક પણ મંત્રીને નવા પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આવા જ એક મંત્રી છે રાજ્યના પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે કે જેઓ રૂપાણી સરકારમાં મહિલા અને બાળકલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હતા.

GANDHINAGAR : આજે રાજ્યના નવા પ્રધાનમંડળના 24 પ્રધાનોનો શપથગ્રહણ યોજાયો, તો સાથે જ નો-રીપીટ થીયરી અંતર્ગત રાજ્યના જુના તમામ મંત્રીઓના પત્તા કપાયા. રૂપાણી સરકારના એક પણ મંત્રીને નવા પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આવા જ એક મંત્રી છે રાજ્યના પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે કે જેઓ રૂપાણી સરકારમાં મહિલા અને બાળકલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હતા. નવા પ્રધાનમંડળ અંગે રાજ્યના પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેએ પ્રતિક્રિયા છે.

વિભાવરીબેન દવેએ કહ્યું કે રાજ્યની જૂની ટીમ નવી ટીમની સાથે રહીને કામ કરશે. તેમણે કહ્યું કે અમે બધાને બતાવી દઈશું કે ભારતીય જનતાપાર્ટી શું છે. તેમણે દાવો કર્યો કે આગામી વિધાનસભા ચૂંટણી 2022 મેં કોઈએ કલ્પના ન કરી હોય એવી લીડ લઈને આવીશું. નવા અને જૂના બધા મંત્રીઓ સાથે રહીને કામ કરીશું.

મંત્રીપદ ન મળતા વિભાવરીબેન દવેએ કહ્યું કે અમને જે આપ્યું છે એનો સંતોષ છે, બીજાનો પણ વારો આવે છે. તેમણે કહ્યું કે અમે ભાજપના કાર્યકર છીએ અને વિવિધ પદ પર રહીને કાર્ય કરતા રહીએ છીએ. અમે કાર્યકર ક્યારેય મટી જતા નથી. તેમણે કહ્યું નવા ઉત્સાહ અને ઉમંગ સાથે નવી ટીમ સાથે કામ કરીશું. તેમણે કહ્યું નવા પ્રધાનમંડળના સભ્યો ખુબ સક્ષમ છે.

આગળ વિભાવરીબેને કહ્યું કે અમે ક્યારેય રીલેક્સ હોતા નથી. પાર્ટીના કાર્યકર્તા તરીકે સતત કામો કરતા રહ્યાં છીએ. પહેલા અહી ગાંધીનગરમાં રહીને કામ કરતા હતા અને હવે અમારા મતવિસ્તારમાં જઈને કામ કરીશું.

આ પણ વાંચો : GANDHINAGAR : નવા પ્રધાનમંડળના સૌથી નાની વયના Harsh Sanghvi બન્યા નવા ગૃહરાજ્ય પ્રધાન

Next Video