Bhupendra Patel પટેલ મુખ્યપ્રધાન બન્યા બાદ પૂર્વ સીએમ Vijay Rupaniની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

|

Sep 13, 2021 | 3:25 PM

Gujarat New CM Bhupendra Patel : ભુપેન્દ્ર પટેલ રાજ્યના 17માં મુખ્યપ્રધાન બન્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.

GANDHINAGAR : ભુપેન્દ્ર પટેલ રાજ્યના 17માં મુખ્યપ્રધાન બન્યા છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભુપેન્દ્ર પટેલને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારિતા પ્રધાન તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ (Amit Shah) ઉપસ્થિત રહ્યાં હતા. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani), નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ(Nitin Patel), પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ નવસારીના સાંસદ સી.આર.પાટીલ (CR Patil) સહીત સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને BJP, RSS,VHP ABVPના નેતાઓ નેતાઓ હાજર રહ્યાં હતા.

ભુપેન્દ્ર પટેલ નવા મુખ્યપ્રધાન બન્યા બાદ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પ્રતિક્રિયા સામે આવી છે. શપથગ્રહણ સમરોહના સ્થળ પર જ વિજય રૂપાણીએ Tv9 સાથે વાત કરતા કહ્યું કે ભૂપેન્દ્રભાઇ ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવશે. વિજય રૂપાણીએ કહ્યું પાર્ટી જે આદેશ કરશે તેનું પાલન કરીશ,પાર્ટી જે જવાબદારી આપશે તે નિષ્ઠાથી નિભાવીશ. ગુજરાતમાં નવા નેતૃત્વનો પ્રારંભ થઇ રહ્યો છે. મુખ્યપ્રધાનપદ છોડવા અંગે તેમણે કહ્યું કે મુખ્યપ્રધાનનું પદ છોડવું સહજ વાત છે.

ઉલ્લેખનીય છે કે શપથગ્રહણ પહેલા ભુપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યપ્રધાન નિવાસ સ્થાને જઈને ભુપેન્દ્ર પટેલે વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ પણ વાંચો : Bhupendra Patel બન્યા રાજ્યના 17માં મુખ્યપ્રધાન, રાજભવનમાં રાજ્યપાલે લેવડાવ્યા મુખ્યપ્રધાનપદના શપથ

Next Video