ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ મોડ પર

|

Jul 14, 2022 | 6:35 PM

ગુજરાતના(Gujarat) મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સમગ્ર વહીવટીતંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. તેમજ જે વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે તેમા તંત્રને સાબદું કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં(Gujarat)  છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા વરસાદ(Rain) અને હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહીના પગલે સરકારે તમામ વહીવટીતંત્રને એલર્ટ મોડમાં મૂક્યું છે. આ અંગે વધુ જણાવતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ(Rajendra Trivedi)  જણાવ્યું હતું કે સરકાર દ્વારા સમગ્ર વહીવટીતંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. તેમજ જે વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે તેમા તંત્રને સાબદું કરવામાં આવ્યું છે. તેમજ જે વિસ્તારોમાં વરસાદ બાદ પુરની સ્થિતિ છે ત્યાં રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તેમજ રાજયના અનેક સ્થળોએ એસઆરડીએફ અને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. તેમજ ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો ખૂબ જ પ્રભાવિત થયા છે.. ત્યારે રાજ્યના વરસાદથી પ્રભાવિત એવા પાંચ જિલ્લાઓની સ્થિતિનો સીએમએ તાગ મેળવ્યો છે.. ગત રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદા, નવસારી અને છોટા ઉદેપુરનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.. જ્યારે આજે પણ ડેશબોર્ડના માધ્યમથી સ્થિતિ પર સીએમ નજર રાખી રહ્યા છે.. સીએમએ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદને કારણે ઉભી થયેલી વિકટ સ્થિતિની સંપૂર્ણ વિગતો જિલ્લાના કલેક્ટરો પાસેથી મેળવી હતી.

આ દરમ્યાન મુખ્ય પ્રધાને નીચાણવાળા વિસ્તારના અને કાચા મકાનો-ઝૂંપડાઓમાં રહેતા લોકોની મેળવી જાણકારી મેળવી.. સાથે જ આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી. તો કોઝ-વે, નદી-નાળા અને ડેમની સ્થિતિની માહિતી મેળવી.. તૂટેલા અને સમારકામ થઈ રહેલા માર્ગોની માહિતી લીધી.. જે લોકોને સ્થળાંતર કરી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમને યોગ્ય સુવિધાઓ આપવા સૂચના આપવામ આવી છે.

Next Video