પાંચ રાજ્યોના પરિણામની અસર વિધાનસભા ગૃહમા જોવા મળી, ભાજપના ધારાસભ્યોએ કહ્યું, કોંગ્રેસના સુપડાં સાફ

|

Mar 10, 2022 | 11:46 AM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વિધાનસભામાં ચૂંટણી પરિણામોની વાત કરતાં કહ્યું કે પાંચ રાજ્યોના પરિણામોમાં ભાજપ આગળ છે. મોદી સાહેબ અને અમિત શાહના અથાગ પ્રયત્નોથી આ પરિણામો પ્રાપ્ત થયા છે. ચાર રાજ્યોમાં ભાજપ બહુમતીથી સરકાર બનાવશે.

પાંચ રાજ્યોના પરિણામની અસર વિધાનસભા ગૃહમા જોવા મળી, ભાજપના ધારાસભ્યોએ કહ્યું, કોંગ્રેસના સુપડાં સાફ
File photo

Follow us on

ગુજરાત વિધાનસભા (Assembly) નું સત્ર ચાલી રહ્યું છે ત્યારે પાંચ રાજ્યોના પરિણામ (result) ની અસર વિધાનસભા ગૃહમાં પણ જોવા મળી હતી. ભાજપ (BJP) ના ધારાસભ્ય આત્મારામ પરમારે કહયુ કોંગ્રેસ (congress) ના સુપડા સાફ થયા છે. આજે પરિણામો આવ્યા એમાં સ્પષ્ટ દેખાય છે.

પાંચ રાજ્યોની ચૂંટણી (Election) ના પરિણામો અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) એ કહ્યું કે દેશભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. તમામ રાજ્યોમાં ભાજપે લોકોપયોગી કામગીરી કરી હતી. લોકો માટે કરેલ કામ ચૂંટણીના પરિણામોમાં જોવા મળી રહ્યાં છે. મોદી સાહેબ અને ભાજપ પર લોકોનો વિશ્વાસ ટકેલો છે. યુપીમાં ગુંડારાજ ખતમ કરવાનું કામ ભાજપે કર્યું છે, ગરીબો માટે ભાજપની સરકારોએ કામ કર્યા તેની અસર પરિણામો પર પડી છે. વર્ષો બાદ યુપીમાં કોઈ સરકાર રિપીટ થઈ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) એ પણ વિધાનસભામાં ચૂંટણી પરિણામોની વાત કરતાં કહ્યું કે પાંચ રાજ્યોના પરિણામોમાં ભાજપ આગળ છે. મોદી સાહેબ અને અમિત શાહના અથાગ પ્રયત્નોથી આ પરિણામો પ્રાપ્ત થયા છે. ચાર રાજ્યોમાં ભાજપ બહુમતીથી સરકાર બનાવશે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આજે વિધાનસભામાં ગૃહ શરૂ થતાં જ કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. વિધાનસભા શરૂ થતાં જ કોંગ્રેસે હોબાળો કર્યો. પુજાભાઈ વંશે કોળી પીએસઆઇ ઉપર થયેલા હુમલાનો મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ મહિલા પીએસઆઇને ન્યાય આપો તેવા નારા લગાવ્યા હતા અને કોળી જ્ઞાતિની મહિલા પીએસઆઇને ન્યાય આપવાની માગણી સાથે વોક આઉટ કર્યું હતું.

ત્યાર બાદ કોંગ્રેસના સભ્યો વિધાનસભામાં પાછા ફર્યા હતા. દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં શિક્ષકોના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. પૂરક માંગણીઓ પરની ચર્ચા દરમિયાન કિરીટ પટેલે કહ્યું કે પતિ-પત્ની દંપતિના કિસ્સાઓમાં હજુ સુધી બદલીઓ નથી થઈ. રાજસ્થાન જેવા રાજ્યોએ જૂની પેંશન યોજના શરૂ કરી પણ ગુજરાતએ નથી કરી. શિક્ષકોની બદલીઓના નિયાનો જાહેર થયા બાદ હજુ સુધુ પરિપત્ર થયા નથી.

આ પણ વાંચોઃ સુરત પોલીસ અચાનક હરકતમાં આવી, પાંડેસરા વિસ્તારમાં એક સાથે 20 ટીમોએ કોમ્બિંગ કરીને 50થી વધુ લોકોની ધરપકડ કરી

આ પણ વાંચોઃ Jamnagar: કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રડિશનલ મેડિસિનની સ્થાપનાને મંજૂરી આપી

Next Article