GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારા પછી ફરી ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના કેસોનું સ્તર 14 થી 26 ની વચ્ચે રહ્યું હતું, જો કે આજે 14 ઓક્ટોબરે 34 નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ 15 અને 16 સપ્ટેમ્બરે કેસો ઘટ્યા અને આજે 17 સપ્ટેમ્બરે માત્ર 10 નવા કેસો નોંધાયા છે.
કોરોનાના 10 નવા કેસ, 0 મૃત્યુ
રાજ્યમાં આજે 17 ઓક્ટોબરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 10 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,290 થઇ છે અને મૃત્યુઆંક 10,086 પર પહોચ્યો છે.
રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો સુરત શહેરમાં સૌથી વધુ 4 કેસ, વડોદરા શહેરમાં 2, અમદાવાદ શહેર અને જુનાગઢ શહેર તેમજ જુનાગઢ જીલ્લો અને ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસનો નવો એક-એક કેસ નોંધાયો છે.
16 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 207
રાજ્યમાં આજે 17 ઓક્ટોબરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 16 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,997 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 17 ઓક્ટોબરે એક્ટીવ કેસ 207 પર પહોચ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.75 ટકા થયો છે.
આજે 1.11 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 17 ઓક્ટોબરના રોજ 1,11,662 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18-45 ઉમરવર્ગના 20,344 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો અને 18-45 ઉમરવર્ગના 60,402 લોકોનું બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જયારે 45 થી વધુ ઉમરના 6639 લોકોને પ્રથમ ડોઝ અને 23,779 લોકોને બીજો ડોઝ અપાયો છે.
આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6 કરોડ 68 લાખ 29 હજાર 574 ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Surat: ઘરમાં જ પ્રિન્ટર અને કોમ્પ્યુટરથી છાપતો હતો નકલી નોટો, પોલીસે 500 ની 398 નોટો સાથે ઝડપી પાડ્યો
આ પણ વાંચો : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ બુલેટ ગતિએ, નવેમ્બરથી દર મહિને 50 પિલરોનું નિર્માણ થશે