રાજ્યમાં પર્યાવરણની જાળવણી માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 9 નગરપાલિકામાં STP પ્લાન્ટ માટે 188.12 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી

|

Jul 20, 2022 | 10:06 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 9 નગરપાલિકાઓમાં કુલ 73.98 MLD ક્ષમતાના અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હાથ ધરવા 188.12 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યમાં પર્યાવરણની જાળવણી માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 9 નગરપાલિકામાં STP પ્લાન્ટ માટે 188.12 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી
ફાઈલ ફોટો

Follow us on

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 9 નગરપાલિકાઓમાં કુલ 73.98 MLD ક્ષમતાના અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હાથ ધરવા 188.12 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યની નગરપાલિકાઓમાં સીવર નેટવર્કથી એકત્રિત થતા ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ પર્યાવરણ મંત્રાલયના ધારાધોરણો મુજબ થાય તેમજ આવા પાણીનો રિ-યુઝ, પૂનઃ ઉપયોગ થઇ શકે તે આશયથી નગરપાલિકાઓમાં અદ્યતન ટેક્નોલોજી આધારિત STP કામો હાથ ધરવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે 9 નગરપાલિકાઓમાં અગાઉ ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ જૂની ટેક્નોલોજીથી તથા ટ્રીટમેન્ટ ઓક્સીડેશન પોન્ડમાં થતો હતો તે નગરપાલિકાઓ માટે અદ્યતન STP નિર્માણના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે રાજ્યમાં પર્યાવરણ જાળવણીના અભિગમના ભાગરૂપે 2022-23માં આ નગરપલિકાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે અદ્યતન ટેક્નોલોજી ધરાવતા સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) તથા તે સંપૂર્ણતઃ કાર્યરત રહે તે માટે જરૂરી સંલગ્ન આનુષાંગિક કામો માટે આ 188.12 કરોડના કામો મંજૂર કર્યા છે.

આ ૯ નગરપાલિકાઓમાં ગઢડા STP માટે 6.3 MLD ક્ષમતા માટે 23.29 કરોડ, કઠલાલ STP 4.5 MLD ક્ષમતા, 14.02 કરોડ, મહુધા STP 4 MLD ક્ષમતા માટે 10 કરોડ, પાટડી માટે 9.68 કરોડ, સાવરકુંડલા માટે 30.56 કરોડ, બાયડ માટે 13.17 કરોડ, સિદ્ધપુર માટે 48.31 કરોડ, સોજીત્રા માટે 10.61 કરોડ અને વલ્લભ વિદ્યાનગર માટે 28.48 કરોડનો સમાવેશ થાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STPની સુવિધા સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો અભિગમ છે. જે અંતર્ગત નગરપાલિકાઓમાં કુલ 1497 MLD ક્ષમતાના 1850 કરોડના 161 STPના કામો અગાઉ મંજૂર કરવામાં આવેલા છે તેમાંથી 57 નગરપાલિકાઓમાં 720 MLD ક્ષમતાના STP ના કામો કાર્યરત છે. મુખ્યમંએ જે 9 નગરપાલિકામાં STP કામોને મંજૂરી આપી છે ત્યાં STP દ્વારા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા કરાવી પર્યાવરણમાં નિકાલ કરવા અથવા તો ખેતી/ઉદ્યોગોમાં વપરાશ કરવા પુરતો પ્રયાસ કરવામાં આવશે.

Next Article