રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરી શકાશે

આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સીટીમાં કામ કરતા કર્મચારીઓ, ઉપરાંત માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જે મુજબ વાઈન એન્ડ ડાઈન આપતી ગિફ્ટ સીટીની હોટેલ્સ, રેસ્ટોરેન્ટસ કે ક્લબમાં લીકરનું સેવન કરી શકાશે. પરંતુ, હોટેલ, કલબ કે રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરી શકાશે
Gift City
| Edited By: | Updated on: Dec 22, 2023 | 8:20 PM

ગિફ્ટ સિટીમાં આવનાર સત્તાવાર મુલાકાતીઓ માટે તેમજ ગિફ્ટ સિટીમાં સત્તાવાર રીતે કામ કરતા કર્મચારી અને અધિકારી માટે દારુની પરવાનગી આપવામાં આવી છે. વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.

આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સીટીમાં કામ કરતા કર્મચારીઓ, ઉપરાંત માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જે મુજબ વાઈન એન્ડ ડાઈન આપતી ગિફ્ટ સીટીની હોટેલ્સ રેસ્ટોરેન્ટસ કે ક્લબમાં લીકરનું સેવન કરી શકાશે.

આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ, રેસ્ટોરેન્ટસ અને કલબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવાની પરવાનગી આપવામાં આવી છે.

ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ કલબ, રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ, કલબ કે રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.

આ પણ વાંચો 31st ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો થયા સક્રિય, ગાંધીનગર પોલીસે કારમાંથી ઝડપ્યો લાખોની કિંમતનો દારૂ

સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય ગિફ્ટ સિટી વિસ્તાર ખાતે આવેલ એફ.એલ ૩ પરવાના ધરાવતી હોટેલ્સ, રેસ્ટોરેન્ટ કે કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આઘાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતા લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:49 pm, Fri, 22 December 23