રાજ્યની 98 ટકા સરકારી આરોગ્ય સંસ્થાઓએ ફાયર એન.ઓ.સી. પ્રક્રિયા પૂર્ણ કરી, વિધાનસભામાં સરકારે માહિતી રજૂ કરી

|

Mar 08, 2022 | 6:03 PM

રાજકોટ અને સુરતમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ નિમાયેલા તપાસ પંચ દ્વારા તટસ્થ તપાસ કરીને કસૂરવારો સામે કડક કાર્યવાહી હાથ ધરવા અને રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને ફાયર એન.ઓ.સી. મેળવવા માટે તાકીદ કરવામાં આવી હતી.

રાજ્યની 98 ટકા સરકારી આરોગ્ય સંસ્થાઓએ ફાયર એન.ઓ.સી. પ્રક્રિયા પૂર્ણ કરી, વિધાનસભામાં સરકારે માહિતી રજૂ કરી
File photo

Follow us on

વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલને સુરત અને રાજકોટની કોવિડ ડેઝિગ્નેટેડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના પગલે મંત્રી ઋષિકેશ પટેલે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અને સૂરતની વિવિધ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું કે, રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના બનાવમાં 5 મૃતકોના પરિવારજનોને પરિવારદીઠ 5 લાખની સહાય આપવામાં આવી છે.તદ્ઉપરાંત ઇજાગ્રસ્તોને પણ સમયસર સારવાર આપવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ.

ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લાગેલ આગ બાબતે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે મંત્રી શ્રી એ વિધાનસભાના પ્રશ્નોત્તરી સેશનમાં જણાવ્યું કે, કોવિડ ડેઝીગ્નેટેડ તમામ હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી.ની ચકાસણી કરાવીને તેની કડક અમલવારી કરાવી છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

મંત્રીશ્રીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, રાજકોટ જિલ્લાની 81 આરોગ્ય સંસ્થાઓમાંથી 77 આરોગ્ય સંસ્થાઓમાં સેલ્ફ ડેકલેરેશન સહીતની એન.ઓ.સી અને સુરત જિલ્લાની 84 આરોગ્ય સંસ્થાઓમાં થી 71 સંસ્થાઓમાં સેલ્ફ ડેકલેરેશન ફાયર એન.ઓ.સી રજૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં 4 અને સુરતમાં 13 સંસ્થાઓએ ફાયર એન.ઓ.સી. માટે અરજી કરી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.

રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આગ લાગવાના બનાવ અંગે તપાસ કરવા માટે ન્યાયમૂર્તિ  ડી.એ. મહેતા તપાસ પંચની રચના કરવામાં આવી છે. તપાસ પંચ દ્વારા તટસ્થ તપાસ કરીને કસૂરવારો સામે કડક કાર્યવાહી હાથ ધરવા અને રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને ફાયર એન.ઓ.સી. મેળવવા માટે તાકીદ કરવામાં આવી હતી.

જેના સંદર્ભે 2617સરકારી આરોગ્ય સંસ્થાઓ પૈકી 2196 સરકારી આરોગ્ય સંસ્થાઓ દ્વારા ફાયર એન.ઓ.સી. મેળવી લેવામાં આવી છે. જ્યારે 370 સંસ્થાઓ દ્વારા અરજી કરવામાં આવી છે.આમ રાજ્યની કુલ 98 ટકા આરોગ્ય સંસ્થાઓએ ફાયર એન.ઓ.સી.ની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

આ પણ વાંચોઃ દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતે સૌપ્રથમ પગલું ભર્યું હતું, 7 વર્ષ પહેલાં 181 હેલ્પલાઈન શરૂ કરીને 9.90 લાખ મહિલાઓને મદદ પૂરી પાડી

આ પણ વાંચોઃ Banaskantha: પશુપાલનના વ્યવસાયમાં કરોડો રૂપિયા કમાતી બનાસ ડેરીની મહિલા પશુપાલકોનું મહિલા દિને શક્તિ પ્રદર્શન

Next Article