
26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસે ગુજરાત પોલીસના 18 પોલીસ અધિકારીઓ અને જવાનોને વિશિષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવામાં આવશે. જેમાં 02 વિશિષ્ટ સેવા પોલીસ મેડલ તથા 16 પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલોનો સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા જવાનોને 26મી જાન્યુઆરી 2024ના પ્રસંગે વિશિષ્ટ સેવા તેમજ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલોથી નવાજવામાં આવશે. વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ હથિયારી નાયબ પોલીસ અધિક્ષક શશી ભૂષણ કેશવપ્રસાદ શાહ અને ભરૂચ પોલીસ અધિક્ષક પ્રદીપ શશિકાંત મોધેને આપવામાં આવશે.
આ ઉપરાંત 16 પ્રશંસનીય સેવા પોલીસ મેડલ IPS પ્રેમવીર સિંહ, IPS રાઘવેન્દ્ર વત્સ, નરેન્દ્ર નગીન ચૌધરી, ભગિરથસિંહ વનરાજસિંહ ગોહિલ, કિરીટકુમાર શંકરલાલ ચૌધરી, ભમરાજી ખિમાજી જાટ, દિલીપસિંહ બાબરસિંહ ઠાકોર, અલ્તાફખાન કરીમખાન પઠાણ સહિતના 16 પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી નવાજવામાં આવશે.
આ તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોની રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે પસંદગી થતાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાએ અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચો ભારતીય કોસ્ટ ગાર્ડના 48મા સ્થાપના દિવસની ઊજવણીના ભાગરુપે ચિત્ર અને પ્રશ્નોત્તરી સ્પર્ધાનું થયુ આયોજન