GANDHINAGAR : નવી વ્યવસ્થા ઉભી કરી રહ્યાં છીએ, તમામ હોસ્પિટલ્સ હાઉસફુલ છે : DyCM

|

Apr 18, 2021 | 3:34 PM

GANDHINAGAR : રાજ્યમાં કથળેલી કોરોનાની સ્થિતિને લઈ DyCM નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં DyCMએ કહ્યું કે, રાજ્યમાં CORONAના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

GANDHINAGAR : રાજ્યમાં કથળેલી કોરોનાની સ્થિતિને લઈ DyCM નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં DyCMએ કહ્યું કે, રાજ્યમાં CORONAના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રાજયમાં દરરોજ 9000થી વધુ કેસો સામે આવી રહ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં રાજયનો કોઈ જ જિલ્લો કે તાલુકામાં કેસ ન હોય તેવું રહ્યું નથી. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. દર્દીઓની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. જેની સામે નવી વ્યવસ્થા ઉભી કરી રહ્યાં છીએ. કોરોના દર્દીઓ માટે હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જગ્યા ખુબ જ ઓછી છે. 1200 બેડ હોસ્પિટલ કુલ થઈ ગઈ છે એક પણ નવા દર્દીને દાખલ કરી શકાય એવી સ્થિતિ નથી.

 

તમામ હોસ્પિટલ હાઉસફૂલ
DyCMએ જણાવ્યું કે, બધી હોસ્પિટલમાં બેડ ફુલ છે. ઓક્સિજન લેવલ 95થી ઘટી જાય તો જ હોસ્પિટલમાં દાખલ થાય તેવી વિનંતિ છે. 108માં 300થી 400 કોલ વેઈટીંગમાં છે. ક્યાં દર્દીને ક્યાં મોકલવા તેની વ્યવસ્થા IASને સોંપવામાં આવી છે. બીજી હોસ્પિટલ જવાબદારી નિભાવે કે ન નિભાવે પણ સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને દાખલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.

સરકારી હોસ્પિટલો પર ખૂબ જ ભારણ વધ્યું છે
​​​​​​​DyCMએ આગળ કહ્યું કે, સિવિલ મેડિસીટી હોસ્પિટલમાં વધુમાં વધુ બેડ, ઓક્સિજન વધારવા, વેન્ટિલેટર, ઇન્જેક્શન આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ સરકારી હોસ્પિટલો પર ખૂબ જ ભારણ આવ્યું છે. ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન આપું છું. રજા વગર 108, ડોક્ટરો અને સ્ટાફ રાત દિવસ કામ કરે છે. ત્યારે કોરોનાનો વેવ વધ્યો છે ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે.

કેન્સર હોસ્પિટલમાં વધુ 30 બેડ વધારાશે
​​​​​​​​​​​​​​આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, યુ.એન મહેતામાં રેસિડન્ટ ડોક્ટર હોસ્ટેલમાં 7 દિવસમાં 160 બેડ ઉભા કર્યા છે.યુ.એન.મહેતામાં હોસ્પિટલમાં 160 બેડ શરૂ થતાં હવે ત્યાં દાખલ કરીશું. ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન વગેરેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આજથી જ આ હોસ્ટેલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામા આવશે. 1200 બેડમાં જ્યાં ભીડ થાય છે એ ઓછી કરવા હવે અહીં હોસ્ટેલમાં 108માં લાવવામાં આવશે. 80 બેડ મંજુશ્રી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યા છે.કેન્સર હોસ્પિટલમાં પણ બીજા 30 બેડ વધારવામાં આવશે. જે આવતીકાલ(19 એપ્રિલ) સાંજ સુધીમાં શરૂ થશે.

એક અઠવાડિયામાં GMDC ગ્રાઉન્ડમાં હોસ્પિટલ શરૂ થશે
AMC, સોલા મેડિકલ કોલેજમાં વ્યવસ્થા વધારવા પ્રયત્ન ચાલુ છે. એક અઠવાડિયામાં GMDC ગ્રાઉન્ડમાં હોસ્પિટલ શરૂ થશે. 900 બેડની હોસ્પિટલ કેન્દ્ર સરકાર હેઠળ શરૂ થશે. મોટા ભાગના શ્વાસની તકલીફ વાળા આવે છે. માટે ઝડપથી ઓક્સિજન સાથે બેડ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરીએ છીએ.

Next Video